Main Menu

thebapu

 

મુખ્યમંત્રી ફંડમાં ૧,૧૧,૧૧૧ અર્પણ કરતા ધોરાજી આહિર અગ્રણી દિલીપભાઈ ચાવડા

ધોરાજી, સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી.કોરોના સામે લડવા માટે સરકારી તંત્ર સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ ખડેપગે છે.ત્યારે સરકારી તંત્ર દ્વારા કરાતી સહાયમાં ભાગીદારી માટે અનેક સામાજીક તથા રાજકીય અગ્રણીઓ મેદાને આવી મુખ્યમંત્રી રાહત ફંડ તથા પી.એમ. કેર્સ ફંડમાં નાણાકીય સહાય જમા કરાવી છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર આહિર સમાજ અગ્રણી દિલીપભાઈ ચાવડા(સાહેબ) દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાય પેટે ૧,૧૧,૧૧૧ રૂપિયાનો ચેક  ધોરાજી ડેપ્યુટી કલેકટર જી.વી.મિયાણીને અર્પણ કર્યો હતો.


કોરોનાની મહામારી વચ્ચે માસ્ક વિતરણ કરી ધોરાજી ખાતે મેમણ ડે ની ઉજવણી કરતા આગેવાનો

મેમણ કોમ્યુનિટી હંમેશ સેવામાં માનનારી કોમ્યુનિટી છે : પ્રમુખ અફરોજ લકડકુટા ધોરાજી, સમગ્ર વિશ્વ સહિત ભારત ભરમાં દર વર્ષે 11 એપ્રિલે મેમણ ડે ની ઉજવણી વિવિધ કાર્યક્રમો કરી કરવામાં આવતી હોય છે.પરંતુ હાલ વિશ્વ ભરમાં કરોનાની મહામારી ચાલતી હોય અને જેમાંથી ભારત ગુજરાત સહિત ભારત પણ બાકાત રહ્યું નથી ત્યારે આ વર્ષે ધોરાજી ખાતે મેમણ ડે ની ઉજવણી ધોરાજી અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના NEC મેમ્બર હાજી અફરોઝ ભાઈ લકટકુટા,ઝોનલ સેકટરી ફૈયાઝ ભાઈ બસમતવાલા,યુથ વિંગ મેમ્બર મોહસીનભાઈ તેલી, શબીરભાઈ મોતીવાલા,ફૈશલ નવીવાલાએ  મેમણRead More


લોકડાઉનનું પાલન ન કરનારાઓને કડક સજા કરો : જીજ્ઞેશભાઈ મોરડીયા

સુરત, સમગ્ર વિશ્વ હાલ કોરોનાના ભરડામાં છે.કોરોના જેવી બીમારીને લીધે હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે.દિવસે દિવસે વધી ગુજરાત સહિત ભારતમાં લોકડાઉન વધશે તેવી શક્યતાઓ રહેલી છે.છતાં પણ લોકો ખરા અર્થમાં લોકડાઉનનો મતલબ ન સમજી કોઈપણ કારણ વિના લટારો મારવા ઘરની બહાર નીકળી પડે છે.જેને લઈને તેઓ પોતાનું તથા સમાજનું આરોગ્ય જોખમમાં મૂકી કોરોનાના વાહકો બનશે તે ચોક્કસ છે.ત્યારે સુરતના સામાજિક અગ્રણી અને સેવાભાવી અશ્વમેઘ ગ્રુપના જીજ્ઞેશભાઈ મોરડીયાએ કોઈપણ કારણ વિના બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે.આ ઉપરાંત સતત ચોવીસે કલાક ખડેપગે રહેતા પોલીસ અધિકારીઓ લોકોRead More


ગુજરાતમાં લોકડાઉન લંબાશે તો પણ અમારી સેવા યથાવત રહેશે : મયુરભાઈ સોની

સુરત, સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે તેમાં ગુજરાત સહિત ભારત પણ બાકાત રહી શક્યું નથી.ગુજરાત સહિત ભારતમાં દિવસે દિવસે કેસોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવ મળી રહ્યો છે.આ ઉપરાંત સરકાર દ્વારા રેપીડ ટેસ્ટિંગ શરૂ કરાતા કેસોની સંખ્યા હજુ વધશે તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે.જેથી કોરોનાને વધતો અટકાવવા ભારત સરકાર તથા ગુજરાત સરકાર સહિત અન્ય રાજ્યોની સરકારો તકેદારીના ભાગરૂપે કદાચ લોકડાઉન વધારવાનો નિર્ણય લેશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.જો કે હાલ લોકડાઉન દરમ્યાન જરૂરીયાત મંદોને બન્ને ટાઈમ જમવાનું મળી રહે તે માટે સરકાર સહિત અને સંસ્થાઓ પ્રયત્નશીલ છે.પરંતુ જો લોકડાઉનRead More


ઉપલેટા યુવા આહિર અગ્રણી અને ઉદ્યોગપતિ સૂરજભાઈ ડેરનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા યુવા આહિર અગ્રણી અને ઉદ્યોગપતિ સૂરજભાઈ ડેરનો આજે જન્મદિવસ છે.સૂરજભાઈએ પોતાની મહેનત અને આવડત થકી તેમના બિઝનેસને અણધારી સફળતા આપી છે.સાથોસાથ તેઓ સમાજ સેવામાં પણ સક્રિય છે અને હંમેશ માટે જરૂરિયાત મંદોની સેવા કરવાની ટેવવાળા છે.જેને લઈને તેઓએ આહિર સમાજમાં પણ સારી એવી નામના મેળવી છે.સૂરજભાઈ ડેર સ્વભાવે સરળ અને સાલસ હોવાને લીધે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો,મિત્રો સહિત રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.


કોરોનાની ફેલાયેલી મહામારી વચ્ચે સુરત ખાતે સેવા કાર્યોમાં અશ્વમેઘ ગ્રુપ ખડેપગે

કીટ,માસ્ક,સેનેટાઈઝર,ફૂડ પેકેટ,પાણી બોટલ સહિતનું વિતરણ યથાવત સુરત, સમગ્ર વિશ્વ હાલ કોરોના જેવી ગંભીર બીમારીએ ભરડો લીધો છે.ત્યારે આ બીમારી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પણ વકરી હોવાને લીધે સરકારે તકેદારીના પગલાં લઈ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.જેને લઈને રોજે-રોજનું કમાઈને ખાનારા લોકોની જીવન જરૂરિયાતો સંતોષાવા તથા રાષ્ટ્રહિત અને લોકસેવા માટે સતત શહેરમાં ખડેપગે રહી ફરજ બજાવતા પોલીસ તથા ટી.આર.બી. જવાનોને સમયસર ખાવાનું મળી રહે તથા પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સહિત અનેક સંસ્થાઓ મેદાને આવી રાહત રસોડા તથા ફૂડ પેકેટ વિતરણના કાર્યો શરૂ કર્યા છે.જેના ભાગરૂપે સુરત ખાતેRead More


કોરોનાની મહામારી વચ્ચે સીમમાં રહેતા શ્રમિકોને દરરોજ ભરપેટ ભોજન કરાવતું માન ગ્રુપ મિત્ર મંડળ

ઈશ્વરે અમને સેવા કરવાની તક આપી છે.જેને અમોએ ઝડપી છે : વિપુલભાઈ ઠેસિયા ધોરાજી, સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.સરકારે કોરોનાને વકરતો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન જાહેર કર્યું છે.જેને લઈને રોજમદારો તથા શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે.ત્યારે તેઓની પડખે સરકાર સહિત અનેક સંસ્થાઓ સેવાકાર્યોમાં જોડાઈ છે.જેના ભાગરૂપે ધોરાજીના જુનાગઢ રોડ ખાતે લવાબાપાની જગ્યા પાસે સીમમાં રહી મજૂરી કરી રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમિકોને સમયસર શ્રેષ્ઠ જમવાનું મળી રહે તે માટે માન ગ્રુપ મિત્ર મંડળ મેદાને આવ્યું છે.માન ગ્રુપ મિત્રRead More


કોરોનાની ફેલાયેલી મહામારી વચ્ચે સુરત ખાતે સેવા કાર્યોમાં અશ્વમેઘ ગ્રુપ મેદાને

કીટ,માસ્ક,સેનેટાઈઝર,ફૂડ પેકેટ,પાણી બોટલ સહિતનું વિતરણ યથાવત સુરત, સમગ્ર વિશ્વ હાલ કોરોના જેવી ગંભીર બીમારીએ ભરડો લીધો છે.ત્યારે આ બીમારી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પણ વકરી હોવાને લીધે સરકારે તકેદારીના પગલાં લઈ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.જેને લઈને રોજે-રોજનું કમાઈને ખાનારા લોકોની જીવન જરૂરિયાતો સંતોષાય અને સમયસર ખાવાનું મળી રહે તે માટે સરકાર સહિત અનેક સંસ્થાઓ મેદાને આવી રાહત રસોડા તથા ફૂડ પેકેટ વિતરણના કાર્યો શરૂ કર્યા છે.જેના ભાગરૂપે સુરત ખાતે જુદા-જુદા વિસ્તારોમાં જરૂરિયાત મંદ લોકોને કોરોના સામે લડત કરી શકે તે માટે કીટ,માસ્ક, સેનેટાઇઝર, ફિલ્ટ્રાઈઝડ વોટર બોટલ તથા ફૂડRead More


ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ મિહિર હીરપરા દ્વારા રાશન કિટનું વિતરણ કરાયું

ધોરાજી, ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ મિહિર હિરપરા તેમજ વોર્ડ નં-૯ના કોર્પોરેટર અને તેમના માતા ચેતનાબેન હિરપરા દ્વારા કોરોના વાઈરસના કારણે લોકડાઉનની પરીસ્થિતિમા રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમીકો તેમજ મજૂરોને આવા કપરા સમયમા જમવાની મુશ્કેલી ના પડે તે માટે ૨૫૦ જેટલા પરીવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.આ તકે મિહિર હીરપરા જણાવેલ કે ઈશ્વરે આવા સમયે લોકોની સેવા કરવા માટે આપણને સક્ષમ બનાવ્યા છે.ત્યારે આપણાથી શક્ય તેટલી વધારેમાં વધારે સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ સમાજમાં દાખલો બેસાડવો જોઈએ


જેતપુર તાલુકાના PHC તથા CHC સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની ચકાસણી કરતા કે.પી.પાદરિયા

જેતપુર, સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે અને જેના અનુસંધાને ગુજરાતમાં પણ વિવિધ જગ્યાએ કોરોનાના કેસો સામે આવેલ છે.ત્યારે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ લોકોને વિનામૂલ્યે પૂરતી મેડિકલ સુવિધાઓ મળી રહી તે મારે સરકાર દ્વારા PHC તથા CHC સેન્ટરો ઉભા કરવામાં આવેલ છે.આવા સેન્ટરો પર કામગીરીની ચકાસણી કરવા રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાએ જેતપુર તાલુકાના વીરપુર,જેતલસર તથા મેવાસા સહિત તમામ ગામોના સેન્ટરોની સરપ્રાઈઝ વિઝીટ કરી કામગીરી ચકાસી હતી.આ ઉપરાંત જ્યાં જ્યાં ખામી હોય ત્યાં વિવિધ સૂચનો કરવાની સાથે સતત રાત-દિવસ કામ કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને બિરદાવ્યા હતા.