Main Menu

October, 2019

 

પોરબંદર લોકસભા સાંસદ રમેશભાઈ ધડુકે મત વિસ્તારના લોકોને દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ધોરાજી, તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ માંથી જંગી લીડથી ચૂંટાય આવેલા સાંસદ રમેશભાઈ ધડુકે ચૂંટાયને આવતા જ લોક પ્રશ્નોને વાંચા આપવાનું શરૂ કરી દીધું છે.ઉપરાંત તેઓ સમયસર લોકસભા વિસ્તારની મુલાકાતો લઈ લોકોની મુશ્કેલીઓ સમજી સતત નિવારણનો પ્રયાસ કરતા આવ્યા છે.જ્યારે હમણાં તહેવારોની મોસમ ચાલી રહી હોય ત્યારે મત વિસ્તારમાં તેઓએ તહેવારો નિમિતે લોકોને શુભેચ્છાઓ પાઠવતા પોસ્ટરો દ્વારા લોકો પ્રત્યે પોતાની લાગણી તથા ભાવનાઓ વ્યક્ત કરી છે.આ તકે તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે મારા મત વિસ્તારના લોકોએ જ મને સાંસદ તરીકે મોકલ્યો છે. અને કોઈપણ સારા પ્રસંગે તેઓને યાદRead More


ઉપલેટા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપ અગ્રણી નીકુલભાઈ ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપ અગ્રણી નીકુલભાઈ ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે.નિકુલભાઈ સ્વભાવે સરળ તથા લોકોની વચ્ચે રહેતા હોવાથી સામાન્ય માણસો માટે પોતીકા નેતા હોવાની છાપ ધરાવે છે.આ ઉપરાંત તેઓ આહિર સમાજમાં યુવા અગ્રણી અને ભાજપના યુવા નેતા તરીકેની છાપ ધરાવે છે.સાથોસાથ સફળ બિઝનેસમેન તરીકે પણ ઉભરી આવ્યા છે.તેઓ હંમેશ માટે લોકોને શક્ય તેટલી મદદરૂપ થવાની વૃત્તિ ધરાવે છે.જેને લઈને જમીનથી જોડાયેલ વ્યક્તિ તરીકે પણ તેઓ શહેરમાં જાણીતા છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે વિવિધ રાજકીય તથા સામાજિક સંસ્થાના અગ્રણીઓ સહિત મિત્રોએ તેમના પર શુભેચ્છાઓની વર્ષા કરેલ છે.  


જૂનાગઢની નામાંકિત કન્સ્ટ્રકશન પેઢીના સંચાલક જેન્તીભાઈ વઘાસીયા ઉપર ઘાતક હુમલો

કરોડો રૂપિયાના રોડના કામો બાબતે મધુરમ કન્સ્ટ્રકશનના માલિક પર 5 થી 6 શખ્સો જીવલેણ હથીયારો સાથે તૂટી પડતા અરેરાટી  રાજકોટ, જૂનાગઢના પૂર્વ કાર્યપાલક ઈજનેર તથા નામાંકીત મધુરમ કન્સ્ટ્રકશનના સંચાલક જેન્તીભાઈ મોહનભાઈ વઘાસીયા (ઉ.63) તેઓ ગતરોજ બપોરે 12 કલાક આસપાસ જૂનાગઢ જિલ્લા પંચાયતના અંદર ત્રીજા માળે કાર્યપાલક ઈજનેર (બાંધકામ)ની ઓફીસમાં પોતાના કામ અર્થે ગયા હતા.ત્યારે અમરેલીની કોઈ કન્સ્ટ્રકશન કંપનીના નામે પેટા કોન્ટ્રાકટમાં કામ કરતા રાજુ ભેડા,હરેશભેડા,રમેશ સોલંકી તથા કલ્પેશ સોલંકી સહિતના 5 થી 6 માથાભારે શખ્સોએ તલવાર લોખંડના પાઈપ,ધોકા,છરી સાથે ધસી આવી ચાલુ ઓફીસમાં જેન્તીભાઈ ઉપર ઘાતક હુમલો કરી બન્ને પગમાંRead More


પોરબંદર સાંસદ પુત્ર નૈમિશભાઈ ધડુકે અનેક પ્રાચીન ગરબીઓની મુલાકાત લઈ બિરદાવી

રાજકોટ, તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં પોરબંદર લોકસભા બેઠક પર જંગી લીડથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે શાનદાર જીત મેળવી સાંસદ તરીકે ચૂંટાય આવ્યા હતા.પરંતુ કોઈપણ વ્યક્તિની જીત પાછળ તેમની સમગ્ર ટીમ તથા ઉમદા આયોજનો જવાબદાર હોય છે.પોરબંદર લોકસભા બેઠક પર ટીમને ચલાવવા અને ઉમદા આયોજનો માટે પડદા પાછળના ખેલાડી તરીકેની સંપૂર્ણ જવાબદારી તેમન સાંસદ પુત્ર નૈમિશભાઈ ધડુકે સંભાળી હતી.જો વાત કરીએ તો રમેશભાઈની સાથોસાથ નૈમિશભાઈ પણ સમગ્ર વિસ્તારના પ્રશ્ને ચિંતિત રહી લોક પ્રશ્નોને વાંચા આપવા સતત પ્રયત્નો કરતા નજરે ચડતા જોવા મળતા હોય છે.ઉપરાંત તેઓ વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપતા હોયRead More


ધોરાજી લાયન્સ કલબ દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ શરૂ : નગરજનોને લાભ લેવા અનુરોધ

ધોરાજી, લાયન્સ ક્લબ ધોરાજી વર્ષ 1962 થી ધોરાજી મુકામે સેવાકીય પ્રવૃત્તિ કરતી (NGO) એક સંસ્થા છે. આ સંસ્થા દ્વારા મેડિકલ સહાય, વિનામૂલ્યએ કિડની ડાયાલીસીસ, જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય,ગરીબ બાળકોને ભોજન,જરૂરિયાત મંદ વિધવા બહેનોને દર માસે રાશન કીટ વિતરણ,શહેર સુશોભન,વિના મૂલ્યે વૃક્ષોના રોપઓનું વિતરણ, વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તેમાટે ટ્રી ગાર્ડ (પિંજરા) વિતરણ, સરકારી સ્કૂલ ને દત્તક લેવી, મુસાફરો માટે બસ સ્ટેન્ડ,જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી, આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો કાર્યક્રમ એટલે મશાલ રેલીનું આયોજન, સરકારી કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો, મેડિકલ કેમ્પ,પશુ સારવાર કૅમ્પ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.જેમાં થતા ખર્ચનેRead More