Main Menu

ધોરાજીના પાટીદાર અગ્રણી અને યુવા બિઝનેસમેન સંદીપ ટોપિયાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી પાટીદાર અગ્રણી અને બિઝનેસ છેત્રે સંકળાયેલા સંદીપ ટોપિયાનો આજે જન્મદિવસ છે.સંદીપ ટોપિયા વર્ષોથી રાજકીય તથા સામાજિક છેત્રે અગ્રેસર રહ્યા છે અને રાજકીય પાર્ટીઓમાં અનેક હોદ્દાઓ પર સરાહનીય કામગીરી કરી શહેરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે.છતાં પણ તેઓ જમીનથી જોડાયેલા તથા નિખાલસ વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે.આ ઉપરાંત તેઓ હંમેશા જરૂરિયાતમંદ લોકોની સેવા માટે તત્પર રહી શક્ય તેટલી મદદ માટે પ્રયાસો કરતા રહે છે.તેઓના ઉમદા વ્યક્તિત્વ અને નિખાલસ સ્વભાવ તથા મિત્રતા નિભવવાની વૃત્તિને લીધે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.જેને લઈને આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,નરેન્દ્રભાઈ સુવા(લાલા માસ્તર),દીપકભાઈ સુવા,મયુર સુવા સહિત મિત્તલ એન્ટરપ્રાઈઝ પરિવાર તથા પીઠળ કૃપા પરિવાર ઉપરાંત રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.