AIMJFનાં NEC સભ્ય તરીકે ધોરાજી મેમણ સમાજના અફરોજ લકડકુટા અને ઈમ્તિયાઝ પોઠીયાવાલાની વરણી


ધોરાજી,
AIMJF સંસ્થાના હોદ્દેદારોની હાલ ભારત ભરમાં નિમણુંક ચાલી રહેલી છે.જેને લઈને AIMJFનાં NEC સભ્ય તરીકે ધોરાજી મેમણ સમાજ અગ્રણી અને મેમણ જમાત પ્રમુખ અફરોજભાઈ લકડકુટા તથા પોઠીયાવાલા જમાત પ્રમુખ અને ધોરાજી નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલાની ચાર વર્ષ માટે નિમણુંક કરવામાં આવેલ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે બન્ને આગેવાનોએ વર્ષોથી સમાજ સેવા માટે સક્રિય રહી સમાજ માટે શ્રેષ્ઠ કાર્ય થકી પોતાની આગવી ઓળખ ઉભી કરેલી છે અને તેની નોંધ સમગ્ર ભારતના મેમણ સમાજમાં લેવાતી હોવાથી બન્નેને આ મહત્વ પૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.ધોરાજીના બન્ને અગ્રણીઓની NEC મેમ્બર તરીકે AIMJFમાં નિમણુંકને હાજી ઇકબાલ મેમણ ઓફિસર, (પ્રમુખ, AIMJF,) ફિરોઝ ભાઈ લાકડીવાલા (ઉપપ્રમુખ, AIMJF, સૌરાષ્ટ્ર ઝોન) અને ફૈયાઝ ભાઈ બસમતવાલા (સૌરાષ્ટ્ર ઝોનલ સેક્રેટરી, AIMJF) હોદ્દેદારોએ સ્વીકારી અફરોઝભાઈ તથા ઈમ્તિયાઝભાઈ પોતાની કાર્ય કરવાની આગવી શૈલી અને પોતાના જ્ઞાનના માધ્યમ થકી AIMJF રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ NECમાં પોતાની અનન્ય સેવાઓ આપશે અને મેમણ સમાજને એક નવી રાહ દર્શાવીને આવનારા 4 વર્ષોમાં પોતાના હોદ્દાની શોભા વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.આ તકે તેઓની નિમણુંકને રાજકીય તથા સામાજિક આગેવાનોએ સ્વીકારી શુભેચ્છાઓ પાઠવેલ છે.