Main Menu

પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકનું ઉપલેટા પીઠળ કૃપા ગ્રુપ દ્વારા સન્માન કરાયું

ઉપલેટા,

સમગ્ર ગુજરાતના રાજકારણમાં અનેરું સ્થાન ધરાવનાર પોરબંદર લોકસભા સીટ પર વિઠ્ઠલભાઈ રાદડિયાની નાદુરસ્ત તબિયત હોવાને લીધે ભાજપ દ્વારા ગોંડલના સેવાભાવી અને ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુકને ટિકિટ આપવામાં આવેલ હતી.જેને લઈને કોંગી ધારાસભ્ય લલિતભાઈ વસોયા સાથે તેઓની સીધી ટક્કર જામી હતી.જેને લઈને પોરબંદર લોકસભા સીટ ભાજપને ગુમાવવાનો વારો આવશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડેલ હતું પરંતુ રમેશભાઈ ધડુક સેવાભાવી અને શાંત પ્રકૃતિ ઉપરાંત ગ્રાઉન્ડ નેટવર્ક ધરાવનારા હોવાથી તેમની કોઠાસૂઝથી તેઓએ પોરબંદર લોકસભાની સીટ જીતી કાઢવા રણનીતિ બનાવેલ હતી.તેઓ દ્વારા કરાયેલ હોમવર્ક અને રણનીતિ મતગણતરી દરમ્યાન ઉડીને આખે વળગી હતી ઉપરાંત તેઓએ દરેક રાઉન્ડમાં હરીફ ઉમેદવારને માત આપી મતગણતરીને અંતે 2,29,000 મતોની લીડ પ્રાપ્ત કરી ઈતિહાસ સર્જી પોરબંદર લોકસભા સાંસદ તરીકે ચૂંટાય આવ્યા હતા.રમેશભાઈ ધડુક પોરબંદર સાંસદ તરીકે ચૂંટાતા ઉપલેટા પીઠળ કૃપા તથા બી.એન.કન્સ્ટ્રકશન ગ્રુપના દિગગજ આહીર આગેવાન નરેન્દ્રભાઈ સુવા(લાલાભાઈ માસ્તર),કિશોરભાઈ સુવા,દીપકભાઈ સુવા,મયુરભાઈ સુવા,ભરતભાઈ સુવા સહિતનાઓએ રમેશભાઈ ધડુકનું શાલ ઓઢાડી તથા ફુલહાર કરી સન્માન કરી પોરબંદર લોકસભા સાંસદ તરીકે તેઓની વરણીને આવકારી હતી.