Main Menu

ધોરાજી ખાતે રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી કરાયી : ઈદગાહ ખાતે કોમી એકતા ખીલી ઉઠી

ધોરાજી,

ધોરાજી ખાતે ગત રોજ ઈદના પવિત્ર તહેવાર નિમિતે ધોરાજીના ઐતહાસિક સ્થળ ઈદગાહ ખાતે સર્વે મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈ ઈદની વિશેષ નમાજ અદા કરેલ હતી તથા નમાજ બાદ દેશમાં અમન અને ભાઈચારાની જળવાય તેવી દુઆઓ કરેલ હતી.આ તકે ઈદગાહ ખાતે મુસ્લિમ અગ્રણીઓને ઈદની મુબારક બાદ પાઠવવા ધારાસભ્ય વસોયા સહિતના જુદી-જુદી જ્ઞાતિઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ તકે વસોયાએ જણાવેલ કે લોકોમાં એકતા અને ભાઈચારો જળવાશે તો જ દેશનો સાચા અર્થમાં વિકાસ શક્ય બનશે.આ ઉપરાંત આજના આ પવિત્ર તહેવારની મુસ્લિમ અગ્રણીઓ સહિત સમસ્ત મુસ્લિમ સમાજને મુબારક બાદ પાઠવી હતી.આ ઉપરાંત ઈદગાહ ખાતે જયસુખભાઈ ઠેસિયા,હરસુખ ટોપિયા,અરવિંદભાઈ વોરા,દિલીપભાઈ જાગાની,ચિરાગભાઈ વોરા,સુભાષભાઈ માકડીયા સહિત તમામ લોકોએ હાજર રહી મુસ્લિમ આગેવાનો તથા બિરાદરોને ઈદની મુબારક બાદ પાઠવી હતી.

ઈદની ઉજવણી દરમ્યાન અમીનભાઈ નવીવાલા,એફરોજભાઈ લકડકુટા, બાસિતભાઈ પાનવાલા,હાજી ઈબ્રાહીમભાઈ કુરેશી,હમીદભાઈ ગોડીલ, ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા,ઈમરાનભાઈ સાબુવાલા, મકબુલભાઈ ગરાણા,મજીદમીયા સૈયદ,અજીમભાઈ છાપાવાલા,સાજીદભાઈ કે.જી.એન.,મહેમુદ જુનજુનિયા સહિતના મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા.