Main Menu

મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન ધોરાજીના ઝોનલ સેક્રેટરી તરીકે ફૈયાઝ બસમતવાલા રિપીટ કરાયા

મેમણ કોમના હંમેશ માટે કાર્યો કર્યા છે અને આગામી સમયમાં કરવા કટિબદ્ધ છુ : ફૈયાઝ બસમતવાલા

ધોરાજી,

સમગ્ર સૌરાષ્ટ્ર મેમણ જમાત ફેડરેશનના હોદેદારોની મુદત પૂરી થતાં નવેસરથી નિમણુંકો આપવામાં આવેલ હતી.જેમાં ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલ ભાઈ મેમણ ઓફિસર દ્વારા આગામી ચાર વર્ષ માટે ફરી એક વાર સૌરાષ્ટ્ર ઝોન ધોરાજીના ઝોનલ સેક્રેટરી તરીકે ફૈયાજ બસમતવાલાની નિમણૂક કરવામાં આવી હતી.જેને લઈને ફૈયાજ બસમતવાલાએ જણાવેલ કે મારા પ્રત્યે દર્શાવેલા વિશ્વાસ અને ભરોસા માટે અને મારા ભૂતકાળના કાર્યને બિરદાવવા બદલ અને મને ફરીથી મહત્વની જવાબદારી આપવા બદલ ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલ ભાઈ મેમણ ઓફિસર અને ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ જનાબ ફિરોઝ ભાઈ લાકડીવાલાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું તથા મારા દરેક કાર્યોમાં સહકાર આપનાર મારા હિતેચ્છુ મિત્રો અને અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ જનાબ હાજી અફરોઝ ભાઈ લકડકુટ્ટા તેમજ ધોરાજી પોઠિયાવાલા મેમણ જમાતના પ્રમુખ જનાબ હાજી ઇમ્તિયાઝ ભાઈ પોઠિયાવાલા અને બાસિતભાઈ પાનવાલા તેમજ જમાતના અન્ય સભ્યો અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા મારા સમાજના હોદ્દેદારો અને લોકોને ફરી એકવાર એવી ખાતરી આપું છું કે મને જે જવાબદારી અર્પિત કરવામાં આવી છે તે જવાબદારી હું મારી સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારી સાથે નિભાવીશ અને મારૂ દરેક કાર્ય સંપૂર્ણ શ્રધ્ધા અને પ્રતિબદ્ધતા સાથે કરીશ.