Main Menu

ધોરાજીના રાજકીય અગ્રણી તથા બિઝનેસમેન હમીદભાઈ ગોડીલનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી શહેર મુસ્લિમ અગ્રણી અને લઘુમતી મોરચા ભાજપના પ્રદેશ કોષાઅધ્યક્ષ તથા બિઝનેસમેન એવાં હમીદભાઈ ગોડીલનો આજે જન્મદિવસ છે.હમીદભાઈ ગોડીલ વર્ષોથી રાજકીય તથા સામાજિક છેત્રો સાથે જોડાય પોતાની સેવાઓ આપી રહ્યા છે સાથોસાથ લેસર વોચ કંપનીના ડાયરેક્ટર તરીકે કાર્યરત રહી કંપનીને સફળતાનાં શિખરો સર કરાવી શ્રેષ્ઠ બિઝનેસમેન તરીકે પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.છતાં પણ તેઓ જમીનથી જોડાયેલા રહી લોકોની સેવા કરવાની મહેચ્છા રાખી પોતાની સેવાઓ આપી રહ્યા છે.આ ઉપરાંત તેઓ ધોરાજી મેમણ મોટી જમાત તથા જીલાની એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટમાં પણ પોતાની સેવાઓ આપી સમાજને આગળ લાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે.આ તકે તેમના જન્મદિવસ નિમિતે વિવિધ વિવિધ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ તથા મિત્રો દ્વારા તેઓ પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.