Main Menu

AIMFJ ની ધોરાજી યૂથ વિંગની જાહેરાત સાથે સભ્યોની નિમણુંક કરાયી

ધોરાજી

આજના આધુનિક અને પરિવર્તનશીલ જગતમાં મેમણ સમાજમાં લોકહિતના કાર્યો કરવા માટે યુવાનો આગળ આવે તે ખૂબ જ જરૂરી છે.આ માટે ધોરાજીમાં તારીખ 31-05-2019 ના રોજ રાત્રે અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત ખાતે ધોરાજી ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન યૂથ વિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલ મેમણ ઓફિસર દ્વારા 2018માં ભાવનગર ખાતે સૌરાષ્ટ્રમાં યુવાનોની એક ટીમ ઊભી કરવામાં આવે અને એ માટે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનની એક યૂથ વિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અને તેના પગલે યૂથ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે ઉપલેટાના યુવાન કાર્યકર જનાબ હાજી યાસીન ડેડાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ જનાબ ફિરોઝ ભાઈ લાકડીવાલા અને સૌરાષ્ટ્રના ઝોનલ સેક્રેટરી જનાબ ફૈયાઝ ભાઈ બસમતવાલાના નેતૃત્વ હેઠળ ગારિયાધાર,કાલાવડ,ભાવનગર,તળાજા, રાજકોટ ખાતે મેમણ યૂથ વિંગની રચના કરવામાં આવી હતી. બાદમાં ગત 31ના રોજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે ઉપલેટાના યુવાન કાર્યકર જનાબ હાજી યાસીન ડેડા,ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ જનાબ ફિરોઝ ભાઈ લાકડીવાલા અને સૌરાષ્ટ્રના ઝોનલ સેક્રેટરી જનાબ ફૈયાઝ ભાઈ બસમતવાલા અને ધોરાજીની સૌથી જૂની મેમણ જમાત,અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ જનાબ હાજી અફરોઝ ભાઈ લકડકુટ્ટા તેમજ ધોરાજી પોઠિયાવાલા મેમણ જમાતના પ્રમુખ જનાબ હાજી ઇમ્તિયાઝ ભાઈ પોઠિયાવાલા તથા જનાબ બાસિતભાઈ પાનવલા સાથેના સહયોગથી આજ રોજ ધોરાજી ખાતે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનની ધોરાજી યૂથ વિંગની સત્તાવાર રચના સાથે સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી અને ધોરાજી ઈન્ચાર્જ તરીકે બાસિતભાઈ પટેલને નિમણૂક પત્ર આપ્યું હતું.

આ સભારંભમાં અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાતના બંને ઉપ-પ્રમુખ, જનાબ હાજી ઇમ્તિયાઝ ભાઈ સુપેડીવાલા અને જનાબ હાજી અઝીમ ભાઈ છાપાવાલા,તેમજ સેક્રેટરી જનાબ હાજી હમીદ ભાઈ ગોડીલ,જોઇન્ટ સેક્રેટરી જનાબ હાજી મુસ્તાક વાધરીયા અને તેમજ અંજુમનએ ઇસ્લામ મેમણ મોટી જમાતના કારોબારીના બધા સભ્યો હાજર રહ્યા હતા.આ તકે મહેમાનોમાં ઈમરાન કાજલીયાવાળા, અશફાક ભાઈ, નદીમ મેમણ, મામા (સુકુન કેટરર્સ, રાજકોટ) અને જુનાગઢ મેમણ જમાતના અનેક સભ્યો હાજર રહ્યા હતા. આ તકે યાસીન ડેડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે સમાજ માટે અને મુસ્લિમો માટે લાભદાયી કાર્યો કરવા માટે આ ટીમના યુવાનો આગળ આવે તે જ યુથ વિંગનો મુખ્ય ઉદ્દેશ છે તથા અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ જનાબ હાજી અફરોઝ ભાઈ લકડકુટ્ટાએ પોતાના સ્વાગત પ્રવચનમાં આ ટીમને ધોરાજી ખાતે દરેક જાતનો સહયોગ આપવા અને સાથે મળીને કામ કરવા માટેની ખાતરી આપી હતી. આ કાર્યક્ર્મમાં જનાબ અનીસ ભાઈ માંકડા સહિત યૂથ વિંગના 12 કાર્યકરો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્ર્મનું સંચાલન સૌરાષ્ટ્રના ઝોનલ સેક્રેટરી જનાબ ફૈયાઝ ભાઈ બસમતવાલા એ કર્યું હતું અને તેઓ હાલમાં સૌરાષ્ટ્રના દરેક ગામોમાં આ પ્રકારની યૂથ વિંગની રચના કરવામાં આવે તે માટે સખત મહેનત કરી રહ્યા છે.