Main Menu

June, 2019

 

ધોરાજીનાં ખ્યાતનામ ધારાશાસ્ત્રી અરવિંદભાઈ કાપડીયાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજીમાં વકીલાત છેત્રે ખ્યાતિ પામેલા અને સરળ સ્વભાવ ધરાવતા અરવિંદભાઈ કાપડીયાનો આજે જન્મદિવસ છે.વર્ષોથી અરવિંદભાઈ કાપડિયા વકીલાતના છેત્રે સાથે સંકળાયેલા છે ઉપરાંત તેઓએ અનેક કેસોમાં મહત્વ પૂર્ણના ચુકાદાઓ લાવી આપી આ છેત્રે કાઠું કાઢ્યું છે.તથા હરહમેંશ ખુશ મિજાજ સ્વભાવને લીધે રાજકીય તથા વ્યવસાય છેત્રે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત તમામ રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપરાંત વકીલ મિત્ર મંડળે શુભેચ્છાઓ પાઠવેલ છે.


Hello world!

Welcome to News Papers. This is your first post. Edit or delete it, then start blogging!


AIMJFનાં NEC સભ્ય તરીકે ધોરાજી મેમણ સમાજના અફરોજ લકડકુટા અને ઈમ્તિયાઝ પોઠીયાવાલાની વરણી

ધોરાજી, AIMJF સંસ્થાના હોદ્દેદારોની હાલ ભારત ભરમાં નિમણુંક ચાલી રહેલી છે.જેને લઈને AIMJFનાં NEC સભ્ય તરીકે ધોરાજી મેમણ સમાજ અગ્રણી અને મેમણ જમાત પ્રમુખ અફરોજભાઈ લકડકુટા તથા પોઠીયાવાલા જમાત પ્રમુખ અને ધોરાજી નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલાની ચાર વર્ષ માટે નિમણુંક કરવામાં આવેલ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે બન્ને આગેવાનોએ વર્ષોથી સમાજ સેવા માટે સક્રિય રહી સમાજ માટે શ્રેષ્ઠ કાર્ય થકી પોતાની આગવી ઓળખ ઉભી કરેલી છે અને તેની નોંધ સમગ્ર ભારતના મેમણ સમાજમાં લેવાતી હોવાથી બન્નેને આ મહત્વ પૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.ધોરાજીના બન્ને અગ્રણીઓની NEC મેમ્બર તરીકેRead More


સૌરાષ્ટ્ર પંથકમાં “વાયુ” વાવાઝોડું ત્રાટકે તેની પહેલા જ માનવતા મહેકી : ધોરાજીની સામાજીક સંસ્થાઓ મદદ માટે મેદાને

ધોરાજી, સમગ્ર રાજ્યમાં “વાયુ” વાવાઝોડાનો ભય ફેલાયો છે અને સૌરાષ્ટ્ર ઝોનને વવાઝોડાનું પ્રભાવિત સ્થળ માનવામાં આવ્યું છે ત્યારે સરકાર તથા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ઉપરાંત તમામ પ્રભાવિત છેત્રોમાં સરકારી કર્મચારીઓએ ખડેપગે રહી લોકોના સ્થળાંતર તથા તેમની જરૂરિયાતોને પોહચી વળવા માટેની ત્યારીઓનો આખરી ઓપ આપી દીધો છે.જેને લઈને કોઈપણ પ્રકારની લોકોને તકલીફ ન પડે તેની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.જ્યારે “વાયુ” વાવાઝોડું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ અસર કરનારું હોવાથી આજ સવારથી સરકારી તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે તે વચ્ચે ધોરાજી શહેરમાં માનવતાને મહેકાવતોRead More


ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના નરેન્દ્ર સુવા(લાલા માસ્તર)નો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા નરેન્દ્ર સુવા(લાલા માસ્તર)નો આજે જન્મદિવસ છે.નરેન્દ્ર સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે.ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.નરેન્દ્ર સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા,હરેશભાઈ બોરીચા,દીપકભાઈ સુવા,કિશોરભાઈ સુવા,ભરતભાઈ સુવા,મયુરભાઈ સુવા,હિરેનભાઈ વસરા,દિલીપભાઈ જલુ,સંદીપભાઈ ટોપિયા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.


પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકનું ઉપલેટા પીઠળ કૃપા ગ્રુપ દ્વારા સન્માન કરાયું

ઉપલેટા, સમગ્ર ગુજરાતના રાજકારણમાં અનેરું સ્થાન ધરાવનાર પોરબંદર લોકસભા સીટ પર વિઠ્ઠલભાઈ રાદડિયાની નાદુરસ્ત તબિયત હોવાને લીધે ભાજપ દ્વારા ગોંડલના સેવાભાવી અને ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુકને ટિકિટ આપવામાં આવેલ હતી.જેને લઈને કોંગી ધારાસભ્ય લલિતભાઈ વસોયા સાથે તેઓની સીધી ટક્કર જામી હતી.જેને લઈને પોરબંદર લોકસભા સીટ ભાજપને ગુમાવવાનો વારો આવશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડેલ હતું પરંતુ રમેશભાઈ ધડુક સેવાભાવી અને શાંત પ્રકૃતિ ઉપરાંત ગ્રાઉન્ડ નેટવર્ક ધરાવનારા હોવાથી તેમની કોઠાસૂઝથી તેઓએ પોરબંદર લોકસભાની સીટ જીતી કાઢવા રણનીતિ બનાવેલ હતી.તેઓ દ્વારા કરાયેલ હોમવર્ક અને રણનીતિ મતગણતરી દરમ્યાન ઉડીને આખે વળગી હતી ઉપરાંત તેઓએRead More


મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન ધોરાજીના ઝોનલ સેક્રેટરી તરીકે ફૈયાઝ બસમતવાલા રિપીટ કરાયા

મેમણ કોમના હંમેશ માટે કાર્યો કર્યા છે અને આગામી સમયમાં કરવા કટિબદ્ધ છુ : ફૈયાઝ બસમતવાલા ધોરાજી, સમગ્ર સૌરાષ્ટ્ર મેમણ જમાત ફેડરેશનના હોદેદારોની મુદત પૂરી થતાં નવેસરથી નિમણુંકો આપવામાં આવેલ હતી.જેમાં ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલ ભાઈ મેમણ ઓફિસર દ્વારા આગામી ચાર વર્ષ માટે ફરી એક વાર સૌરાષ્ટ્ર ઝોન ધોરાજીના ઝોનલ સેક્રેટરી તરીકે ફૈયાજ બસમતવાલાની નિમણૂક કરવામાં આવી હતી.જેને લઈને ફૈયાજ બસમતવાલાએ જણાવેલ કે મારા પ્રત્યે દર્શાવેલા વિશ્વાસ અને ભરોસા માટે અને મારા ભૂતકાળના કાર્યને બિરદાવવા બદલ અને મને ફરીથી મહત્વની જવાબદારી આપવા બદલ ઓલ ઈન્ડિયા મેમણRead More


ધોરાજી ખાતે રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી કરાયી : ઈદગાહ ખાતે કોમી એકતા ખીલી ઉઠી

ધોરાજી, ધોરાજી ખાતે ગત રોજ ઈદના પવિત્ર તહેવાર નિમિતે ધોરાજીના ઐતહાસિક સ્થળ ઈદગાહ ખાતે સર્વે મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈ ઈદની વિશેષ નમાજ અદા કરેલ હતી તથા નમાજ બાદ દેશમાં અમન અને ભાઈચારાની જળવાય તેવી દુઆઓ કરેલ હતી.આ તકે ઈદગાહ ખાતે મુસ્લિમ અગ્રણીઓને ઈદની મુબારક બાદ પાઠવવા ધારાસભ્ય વસોયા સહિતના જુદી-જુદી જ્ઞાતિઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. આ તકે વસોયાએ જણાવેલ કે લોકોમાં એકતા અને ભાઈચારો જળવાશે તો જ દેશનો સાચા અર્થમાં વિકાસ શક્ય બનશે.આ ઉપરાંત આજના આ પવિત્ર તહેવારની મુસ્લિમ અગ્રણીઓ સહિત સમસ્ત મુસ્લિમ સમાજને મુબારક બાદ પાઠવી હતી.આ ઉપરાંત ઈદગાહRead More


AIMFJ ની ધોરાજી યૂથ વિંગની જાહેરાત સાથે સભ્યોની નિમણુંક કરાયી

ધોરાજી આજના આધુનિક અને પરિવર્તનશીલ જગતમાં મેમણ સમાજમાં લોકહિતના કાર્યો કરવા માટે યુવાનો આગળ આવે તે ખૂબ જ જરૂરી છે.આ માટે ધોરાજીમાં તારીખ 31-05-2019 ના રોજ રાત્રે અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત ખાતે ધોરાજી ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન યૂથ વિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલ મેમણ ઓફિસર દ્વારા 2018માં ભાવનગર ખાતે સૌરાષ્ટ્રમાં યુવાનોની એક ટીમ ઊભી કરવામાં આવે અને એ માટે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનની એક યૂથ વિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અને તેના પગલે યૂથRead More


ધોરાજીના રાજકીય અગ્રણી તથા બિઝનેસમેન હમીદભાઈ ગોડીલનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી શહેર મુસ્લિમ અગ્રણી અને લઘુમતી મોરચા ભાજપના પ્રદેશ કોષાઅધ્યક્ષ તથા બિઝનેસમેન એવાં હમીદભાઈ ગોડીલનો આજે જન્મદિવસ છે.હમીદભાઈ ગોડીલ વર્ષોથી રાજકીય તથા સામાજિક છેત્રો સાથે જોડાય પોતાની સેવાઓ આપી રહ્યા છે સાથોસાથ લેસર વોચ કંપનીના ડાયરેક્ટર તરીકે કાર્યરત રહી કંપનીને સફળતાનાં શિખરો સર કરાવી શ્રેષ્ઠ બિઝનેસમેન તરીકે પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે.છતાં પણ તેઓ જમીનથી જોડાયેલા રહી લોકોની સેવા કરવાની મહેચ્છા રાખી પોતાની સેવાઓ આપી રહ્યા છે.આ ઉપરાંત તેઓ ધોરાજી મેમણ મોટી જમાત તથા જીલાની એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટમાં પણ પોતાની સેવાઓ આપી સમાજને આગળ લાવવા માટે અનેકવિધ પ્રયત્નોRead More