Main Menu

ધોરાજીમાં મેમણ ડે નિમિતે ત્રણેય મેમણ જમાતોના સંયુક્ત ઉપક્રમે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઈ

ધોરાજી,

સમગ્ર વિશ્વમાં વસતા મેમણ સમાજ દ્વારા ૧૧ એપ્રિલના દિવસની મેમણ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે ધોરાજી ખાતે અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત અને પોઠીયાવાલા મેમણ જમાત તથા બકાલી જમાતના સંયુક્ત ઉપક્રમે વિવિધ સેવાકીય કાર્યો કરી મેમણ ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી.મેમણ ડે નિમિતે નંદકુવરબા જનાના હોસ્પિટલ ખાતે આંખના રોગો તથા દાંતના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો.જેમાં આંખના સર્જન ડો. હિમાંશુ સાદરીયા સાહેબ અને ડેન્ટલ સર્જન ડો.દાઇ હલીમા ઝુણઝુણીયાએ પોતાની સેવાઓ આપી દિવસ ભરમાં આશરે ૧૦૦થી વધુ પેશન્ટને તપાસી સારવાર માટે યોગ્ય સૂચનો કરેલ હતા.

આ ઉપરાંત તાજેતરમાં ઓલ ઇન્ડિયા મેમણ મોટી જમાત દ્વારા 22 પરિવારો માટે રૂપિયા 2,52,000ની મંજુર કરવામાં આવેલ સહાયના ચેકો પણ જરૂરિયાતમંદ પરિવારોને અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાત દ્વારા અર્પણ કરવામાં આવેલ હતા.

સાથોસાથ સમાજના અગ્રણીઓ દ્વારા કેમ્પમાં સેવા આપનારા બન્ને ડૉક્ટરોનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું.આ તકે મેમણ જમાતમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા બદલ જમાતના સદસ્યો ફૈયાઝભાઈ બસમતવાલા અને સાજીદ ભાઈ કે.જી.એન.નું બહુમાન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે મેમણ સમાજના તથા સંસ્થા સાથે જોડાયેલા અફરોઝભાઈ લકડકુટ્ટા, બાસીતભાઈ પાનવાલા,હમીદભાઈ ગોડીલ,ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા, ઈમ્તિયાઝભાઈ સુપેડીવાલા,અઝીમભાઈ છાપાવાલા,નૌશાદભાઈ ગોડીલ અને ઈકરામભાઈ વાધરીયા,મહેમુદભાઈ જુણજુણીયા,હાજી ઝીકરભાઈ અઘાડી અને હાજી અસલમભાઈ બચાવ ખાસ હાજર રહ્યા હતા.