Main Menu

લડાયક પાટીદાર નેતા રેશમા પટેલનો આજે જન્મદિવસ

ઉપલેટા,

પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા પાટીદાર અને ખૂબ જ યુવા વયના નેતા રેશમા પટેલનો આજે જન્મદિવસ છે.સૌપ્રથમ પાસના માધ્યમ થકી પાટીદાર સમાજના પ્રશ્નોને વાંચા આપ્યા બાદ લોકસેવા કરવા માટે ભાજપ સાથે જોડાયેલા હતા.પરંતુ ભાજપની અંદર ચાલતી તાનાશાહી અને કામ કરવાની સ્વતંત્રતા ન મળવાને લીધે ભાજપ સામે બળવો શરૂ કર્યો હતો.બાદમાં ભાજપની નીતિ-રીતિમાં ફેરફાર ન જણાતા તેઓએ ભાજપ સાથે છેડો ફાડી પોરબંદર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું બાદમાં એન.સી.પી. સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તેઓ એન.સી.પી.માં જોડાતા માણાવદર ધરાસભાની ચૂંટણી માટે એન.સી.પી.એ મેન્ડેટ આપતા તેઓએ ત્યાં પણ ઉમેદવારી કરી હોવાનું જાણવા મળેલ છે.આ તકે તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે હવે ઉપલેટા જ હરહંમેશ મારી કર્મભૂમિ બની રહેશે અને અહીંના લોકોના પ્રશ્નોનું નિવારણ જ મારી પ્રાથમિકતા રહેશે અત્રે એ ઉલ્લેખનીય છે કે રેશમા પટેલ લડાયક તથા ફાયર બ્રાન્ડ નેતા છે અને કોઈ પણ સ્તરે લોકપ્રશ્નોને વાંચા આપવામાં તેઓએ કદીયે કચાશ રાખી નથી.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે પાટીદાર અગ્રણીઓ,રાજકારણીઓ તથા તેમના ચાહક વર્ગ માંથી તેઓને બહોળા પ્રમાણમાં શુભેચ્છાઓ મળી રહી છે.