Main Menu

ધોરાજી સિંધી સમાજ દ્વારા શ્રી લીલાશાહ મહારાજની જન્મ જ્યંતીની ઉજવણી કરાયી

ધોરાજી,

ધોરાજી ખાતે ગતરોજ સાંજે સિંધી સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસથી સંત શિરોમણી શ્રી લીલાશાહ મહારાજની જન્મ જ્યંતીની ઉજવણી સિંધી સમાજની વાડી ખાતે કરવામાં આવેલ હતી.સૌપ્રથમ સિંધી સમાજ પ્રમુખે હાજર લોકોનું સ્વાગત કરી બાદમાં લીલાશાહ મહારાજની સમૂહ આરતી કરવામાં આવેલ હતી.બાદમાં ઉપસ્થિત લોકોએ લીલાશાહ મહારાજની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય કેક કાપવામાં આવી હતી.ત્યાર બાદ હાજર મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપી અને પધારેલ લોકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજના ભગવાનદાસભાઈ કલવાણી(કાળુ ભાઈ),દિલીપભાઈ હોતવાણી,મેઘરજભાઈ ગોપલાણી,શ્રીચાંદભાઈ રામચંદાણી, જેન્તીભાઈ પ્રવાણી,કિમતભાઈ સંભવાણી, હરેશભાઈ ઓઢરાણી,જે.કે.ચશ્માં વાળા જેરામભાઈ કારીયા સહિતના વરિષ્ઠ આગેવાનો તથા યુવા આગેવાન વિજયભાઈ કલવાણી અને તેમના ગ્રુપે ખરેખરી જહેમત ઉઠાવેલ હતી.