Main Menu

ધોરાજી પોલીસે ઓટો રીક્ષા માંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

ધોરાજી,

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ PSI એસ એમ વસાવા સાહેબ PSI જે બી મીઠાપરા સાહેબતથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા PC ઘનશ્યામસિંહ જાડેજા PC અશોકભાઈ મણવર PC અજિતભાઈ ગંભીર એમ બધા ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમીયાન PC અજિતભાઈ ગંભીરને ખાનગી રાહે હકીકત મળેલ કે ધોરાજી બહારપુર રોનક સ્કૂલ પાસે એક ઈસમ માસાઅલ્લાહ લખેલ છકડો રીક્ષા રાખી રીક્ષા માંથી ઈંગ્લીશ દારૂ વેચાણ કરતો હોઈ જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઉપરોક્ત હકીકત વાળી રીક્ષા મળી આવતા જે રિક્ષાને ચેક કરતાં તેની અંદરથી ઈંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ વિસ્કી બ્રાન્ડની બોટલ નંગ 20 કિંમત રૂપિયા 6000 તથા ઓટોરિક્ષા ની કિંમત રૂ 15000 ગણી કુલ 21000/-નો મુદ્દામાલ મળી આવતા મજકુર રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.