Main Menu

‘પોરબંદરમાં માત્ર રાદડિયા જ’ કેબિનેટ મંત્રીના સમર્થકોની સામે ભાજપ પડશે ઘૂંટણીયે ?

ભાજપના પરિવારવાદ વિરોધ નો તેના પર જ વળતો ઘા ?

રાજકોટ,

પોરબંદર લોકસભા બેઠક વર્ષોથી કોઈ પક્ષની નહિ પણ વ્યક્તિ વિશેષ એવા રાદડિયા પરિવાર હસ્તકની બેઠક રહી છે ઉપરાંત દરેક વખતે રાદડિયા પરિવાર આ બેઠક પર જંગી બહુમતીથી જીત પ્રાપ્ત કરી આ બેઠક પક્ષના ખોળામાં મુકતો આવ્યો છે.પરંતુ હાલ વર્તમાન સાંસદ વિઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને લીધે તેઓ લોકસભાની ચૂંટણીઓ લડી શકે તેમ ન હોવાને લીધે તેમના પુત્ર લલિત રાદડિયાને ટીકીટ મળશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું હતું પરંતુ રાદડિયા પરિવારના અંગત સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ભાજપ મોવડી મંડળે પોતાની કૂટ નીતિક રાજકીય કોઠાસૂઝ વાપરી લલીત રાદડિયા રાજકીય અનુભવ તથા બહોળી લોકચાહના ધરાવતા ન હોવાને લીધે તેઓને ટીકીટ આપી શકાય નહીં પરંતુ જો જયેશ રાદડિયાની ઈચ્છા હોય તો તેઓ લડી શકે છે તે ઉપરાંત વંશ પરંપરાને પણ ભાજપ પ્રોત્સાહન આપતું નથી તેમ કહી આડકતરી રીતે લલીત રાદડિયાને ટીકીટ આપવા બાબતે નનૈયો ભણી દીધો હતો સાથોસાથ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પણ જયેશ રાદડિયાને આ બાબતે સમજાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ આ બેઠક પર પૂર્વ મંત્રી અને છોટે સરદાર તરીકે જાણીતા એવા સવજીભાઈ કોરાટનાં પત્ની જશુમતીબેન કોરાટને ટીકીટ આપવાનું મોવડી મંડળે મન બનાવ્યું હતું.પરંતુ ક્યાંક ને ક્યાંક મોવડી મંડળને પોતાના આવા પગલાંથી રાદડિયા પરિવારને અસંતોષ થાય તો પોરબંદર લોકસભાની સીટ ગુમાવવી પડે તેવો ડર પણ અંદરોઅંદર સતાવતો હતો તેની વચ્ચે જ અચાનક વિઠલભાઈ રાદડિયાના પત્ની ચેતનાબેનનું નામ વહેતુ કરી અને તેઓને ટીકીટ આપી રાદડિયા પરિવારને સાચવી લેવાનું મન બનાવાયું હતું.પરંતુ આજ સાંજથી આ મુદ્દે નાટકીય રીતે વળાંક લઈ આવી અચાનક જ ગોંડલના રમેશભાઈ ધડુક તથા જેતપુરના જગદીશ પાંભરનું નામ ભાજપ માંથી વહેતુ કરાયું હતું જેને લઈને રાદડિયા પરિવારના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ‘જો ભાજપ રાદડિયા પરિવારને ટીકીટ નહિ અપાય તો બેઠક કાયમી માટે ગુમાવાશે’ તથા ‘પોરબંદર ની સીટ પર જેનો છે અધિકાર એ છે માત્ર રાદડીયા પરિવાર’ જેવા સૂત્રો ઉચ્ચારી ભાજપ સામે વિરોધનું બ્યુંગલ ફૂંકી ભાજપ પર દબાવ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત આશરે બે કલાકના સમયગાળામાં જ જયેશ રાદડિયા જેની સાથે સંકળાયેલા છે તેવી વિવિધ સંસ્થાઓ દ્વારા લલીત રાદડિયાના સમર્થમાં પોસ્ટ મુકવામા આવેલ હતી.

 

પોરબંદર સીટ પર રાદડિયા પરીવારને ટીકીટ  નહિ મળે તો ભાજપને ભોગવવું પડશે

આ ઉપરાંત પોરબંદર સીટ પર રાદડિયા પરીવારને ટીકીટ નહિ મળે તો ભાજપને ભોગવવું પડશે તેવી પણ અડધો ડઝનથી પણ વધુ પોસ્ટ મુકાતા ભાજપમાં આંતર કલેહનું રાજકારણ ગરમાયું છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મંત્રી રાદડિયાના આ દાવ સામે ભાજપ ઘૂંટણીયે પડે છે કે પછી શિસ્ત ભંગના પગલાં ભરી રાદડિયા પરિવાર સાથે અન્યાય કરશે !