Main Menu

પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગી ધારાસભ્ય વસોયાનાં નામ પર મોડી સાંજ સુધી હાઈ કમાન્ડની મહોર નક્કી જ !

ધોરાજી,

ધોરાજી-ઉપલેટાના કદાવર કોંગી ધારાસભ્ય અને પોરબંદર લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર ગણાતા લલિત વસોયાને અચાનક જ દિલ્હી હાઈ કમાન્ડનું તેંડુ આવતા તેઓ દિલ્હી જવા રવાના થયા છે.ત્યારે માનવામાં આવી રહ્યું છે ધારાસભ્ય તરીકે સતત લોકપ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય વસોયાને જો કોંગ્રેસ આ બેઠક પરથી ઉતારે તો પોરબંદર બેઠક કોંગ્રેસને ફાળે જશે તેવી સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે ઉપરાંત પોરબંદર લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર લલિત વસોયાએ આશરે ૧૫ દિવસથી પ્રચાર પણ શરૂ કરી દીધેલ છે.જેને લઈને વસોયાને ગતરોજ અચાનક દિલ્હીનું તેંડુ આવતા પાર્ટીએ તેમની સાથે વાતચીતની ઔપચારિકતા પુરી કરવા માટે જ બોલાવવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી છે.જ્યારે કદાચ મોડી સાંજ સુધી કોંગ્રેસ પાર્ટી લલિત વસોયાના નામ પર મહોર મારે તો નવાઈ નહિ!