Main Menu

ભાજપ માંથી પાટીદાર ઉધોગપતિ જગદીશ પાંભરનું નામ પોરબંદર બેઠક પર બપોર બાદ ભારે ચર્ચામા !

જેતપુર,

જેતપુર પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ ઉપરાંત ધાર્મિક કાર્યો છેત્રે ભામાશામાં જેઓની ગણના કરી શકાય એવા જગદીશ પાંભરનું નામ હાલ પોરબંદર લોકસભાની સીટ પર ઉછળ્યું છે.જેના લીધે તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે તથા ચોમેરથી શુભેચ્છાઓનો મારો શરૂ થયો છે.જો કે જગદીશ પાંભર વર્ષોથી સામાજિક તથા રાજકીય છેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને જયેશભાઈ રાદડીયાના અંગત અને વિશ્વાસુ તરીકેની પણ તેમની છબી રહેલી છે.જો ભાજપ છેલ્લી ઘડીએ પોરબંદર સીટ પર મનોમંથન કરી પોતાના પાનાઓ ખોલી જગદીશભાઈ પાંભરનું નામ કાઢે તો નવાઈ નહિ!