Main Menu

મેમણ સમાજના વિકાસ માટે ઓલ સૌરાષ્ટ્ર મેમણ જમાત અધિવેશન યોજાયું

        ફેડરેશનની એકિટવીટી અંગે ચર્ચા વિચારણા કરાઈ

રાજકોટ,

સૌરાષ્ટ્ર મેમણ જમાત સંમેલન દ્વારા ઓલ રસૌરાષ્ટ્ર મેમણ જમાત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ મેમણ સમાજને અપલીસ્ટ કરવાનો અને ગરીબ તથા જરુરીયાત મંદ લોકોને મદદ કરવાનો છે.વિધવાથી લઇ બાળકો સુધીને મદદ કરવાના હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેમણ અગ્રણી યાસીન ડેડાએ જણાવ્યું હતું કે આજે રાજકોટના આંગણે ઓલ ઇન્ડીયા મેમન જમાત ફેડરેશનનું સૌરાષ્ટ્ર ખાતે અધિવેશન રાખવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ઓલ ઇન્ડીયા મેમણ જમાત ફેડરેશનના પ્રેસિડન્ટ ઇકબાલ મેમણ ઉપસ્થિત રહ્યા હતા.

જેમનો હેતુ સૌરાષ્ટ્રમાં જે તે ફેડરેશનની એકીટવીટી છે અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રની કેવી રીતે આગળ લાવવુ તથા આવનાર દિવસોમાં ફેડરેશન દ્વારા વિકાસને લઇ કયા પ્રોજેકટ ઇમ્પલીમેન્ટ કરવાના છે તે ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે સૌરાષ્ટ્ર ભર માંથી મેમણ જમાતના આગેેવાનો ઉમટી પડ્યા હતા સાથોસાથ ધોરાજી મેમણ જમાત વતી ફૈયાજ બસમતવાલા તથા ઈમ્તિયાઝ પોઠીયાવાલા ઉપસ્થિત રહેલ હતા.