Main Menu

ધોરાજીનાં સુપેડી ખાતેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

ધોરાજી,

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ PSI જે બી મીઠાપરા તથા HC લાલજીભાઈ જાંબુકીયા HC ધનજીભાઈ વાસાની તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઈ મનણર તથા રામણિકભાઈ મનણર તથા પ્રદીપભાઈ સોલંકી તથા અજયભાઈ ચુડાસમા એમ બધા ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે ધોરાજી તાલુકાના સુપેડી ગામે જાંજમેર રોડ ઉપર મુકેશ બોઘા ભરવાડ ની વાડીએ ઈંગ્લીશ દારૂનો જથ્થો પડેલ હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે હકીકત વાડી જગ્યાએ મજકુર આરોપી હજાર મળી આવેલ નહીં વાડીના શેઢા નજીક નાળા પાસે રસ્તા નજીક ધૂળ નીચેથી ભારતીય બનાવટ ની ઇંગ્લીશ દારૂ ની પાર્ટી સ્પેશિય બ્રાન્ડ ની બોટલ નંગ 137 કિંમત રૂપિયા 41100/- નો મુદામાલ માળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે