Main Menu

ભાજપના તાનાશહો સેફ સીટ પરથી જ ચૂંટણીઓ લડે છે : રેશમા પટેલ

રાજકોટ,

રેશ્મા પટેલે આવનારી લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપ પર પ્રહાર કરીને અમિત શાહ પર નિશાન તાક્યું હતું. અમિત શાહ મુદ્દે ટિપ્પણી કરતાં રેશ્મા પટેલે કહ્યું કે, ગાંધીનગરમાં અમિતભાઈ શાહને ટિકિટ આપવામાં આવી છે.અમિત શાહને એવું બધુ હતું તો રૂરલ એરિયામાં લડવા આવવુ હતું તો ખબર પડે કે કેવી રીતે જીતાય,એટલે સેફ બેઠકો પરથી આ બધા મોટા નેતાઓ ટિકિટનો કબ્જો કરે છે. પાંચ વર્ષ માટે ચૂંટાયેલા નેતાઓને લોકો પાસે જતા પણ નથી.

રેશ્મા પટેલે ભાજપ પર પ્રહાર કર્યાં

રેશ્મા પટેલે દેવજીભાઈ ફતેપરાએ કરેલા આક્ષેપો મુદ્દે નિવદન આપતા કહ્યું કે ભાજપના સાંસદે ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે કે ટિકિટોની જે વહેચણી થાય છે.એ ટિકિટોની વહેચણીમાં ક્યાંકને ક્યાંક પ્રજાનું અહિત થાય એ રીતે ટિકિટોની વહેચણી થાય છે.લોકો ટિકિટ વેચણી કરે છે તો પણ તેનો પક્ષ કઈ રીતે મજબુત થાય છે અને પોતાના પક્ષની જીત કેવી રીતે થાય છે એવા સમીકરણો જોઈને ટિકિટની વહેચણીઓ કરે છે. જેથી આપણે જોઈ શકીયે છીએ કે તેના જ નેતાઓમાં કેટલો અસંતોષ છે. જેથી તેના જ સાંસદે જે આક્ષેપ કર્યો છે તો આપણે કાંઈ વિશેષ ટિપ્પણી કરવાની જરૂર નથી.