Main Menu

ધોરાજીમાં જુગારીઓ પર પોલીસની તવાઈ : ૪૮ કલાકમાં ત્રીજી સફળ રેડ કરી

ધોરાજી,

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ PSI જે બી મીઠાપરા તથા PSI એસ એમ વસાવા સાહેબ તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અજિતભાઈ ગંભીર એમ બધા સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઈવ દરમિયાન ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા ને ખાનગી રાહે હકીકત મળેલ કે બ્લુ સ્ટાર ચોક પાવરહાઉસ વાળી ગલીમાં જાહેરમાં અમુક ઇસમો ગંજી પત્તા ના પાના પૈસા પડે પડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે હકીકત વાડી જગ્યાએથી જાહેરમાં જુગાર રમતા આરોપી રમેશભાઈ કેશવજીભાઇ ગજ્જર તથા કાદર અબ્બાસભાઈ માંડલિયા તથા રામજીભાઈ મોહનભાઈ ગાડુ તથા ગોવિંદભાઈ રાજાભાઈ હિરપરા તથા જીવાભાઈ મોહનભાઈ ઠેસીયા તથા રમેશભાઈ ભગવાનજીભાઈ માવાણી રહે તમામ ધોરાજી વાળા ને રોકડા રૂપિયા ૧૦૩૨૦/- સાથે પકડી પડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે