Main Menu

March, 2019

 

Breakig :- પોરબંદર બેઠક પર લલિત વસોયાના નામની કોંગ્રેસે જાહેરાત કરી : સમર્થકોમાં ઉત્સાહનો માહોલ : લલિત વસોયાના સમર્થકોનો બે લાખની લીડથી ચૂંટાવાનો દાવો


‘પોરબંદરમાં માત્ર રાદડિયા જ’ કેબિનેટ મંત્રીના સમર્થકોની સામે ભાજપ પડશે ઘૂંટણીયે ?

ભાજપના પરિવારવાદ વિરોધ નો તેના પર જ વળતો ઘા ? રાજકોટ, પોરબંદર લોકસભા બેઠક વર્ષોથી કોઈ પક્ષની નહિ પણ વ્યક્તિ વિશેષ એવા રાદડિયા પરિવાર હસ્તકની બેઠક રહી છે ઉપરાંત દરેક વખતે રાદડિયા પરિવાર આ બેઠક પર જંગી બહુમતીથી જીત પ્રાપ્ત કરી આ બેઠક પક્ષના ખોળામાં મુકતો આવ્યો છે.પરંતુ હાલ વર્તમાન સાંસદ વિઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને લીધે તેઓ લોકસભાની ચૂંટણીઓ લડી શકે તેમ ન હોવાને લીધે તેમના પુત્ર લલિત રાદડિયાને ટીકીટ મળશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું હતું પરંતુ રાદડિયા પરિવારના અંગત સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ભાજપ મોવડી મંડળે પોતાનીRead More


ભાજપ માંથી પાટીદાર ઉધોગપતિ જગદીશ પાંભરનું નામ પોરબંદર બેઠક પર બપોર બાદ ભારે ચર્ચામા !

જેતપુર, જેતપુર પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ ઉપરાંત ધાર્મિક કાર્યો છેત્રે ભામાશામાં જેઓની ગણના કરી શકાય એવા જગદીશ પાંભરનું નામ હાલ પોરબંદર લોકસભાની સીટ પર ઉછળ્યું છે.જેના લીધે તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે તથા ચોમેરથી શુભેચ્છાઓનો મારો શરૂ થયો છે.જો કે જગદીશ પાંભર વર્ષોથી સામાજિક તથા રાજકીય છેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને જયેશભાઈ રાદડીયાના અંગત અને વિશ્વાસુ તરીકેની પણ તેમની છબી રહેલી છે.જો ભાજપ છેલ્લી ઘડીએ પોરબંદર સીટ પર મનોમંથન કરી પોતાના પાનાઓ ખોલી જગદીશભાઈ પાંભરનું નામ કાઢે તો નવાઈ નહિ!


ધોરાજી પોલીસે ઓટો રીક્ષા માંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો

ધોરાજી, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ PSI એસ એમ વસાવા સાહેબ PSI જે બી મીઠાપરા સાહેબતથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા PC ઘનશ્યામસિંહ જાડેજા PC અશોકભાઈ મણવર PC અજિતભાઈ ગંભીર એમ બધા ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમીયાન PC અજિતભાઈ ગંભીરને ખાનગી રાહે હકીકત મળેલ કે ધોરાજી બહારપુરRead More


પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગી ધારાસભ્ય વસોયાનાં નામ પર મોડી સાંજ સુધી હાઈ કમાન્ડની મહોર નક્કી જ !

ધોરાજી, ધોરાજી-ઉપલેટાના કદાવર કોંગી ધારાસભ્ય અને પોરબંદર લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર ગણાતા લલિત વસોયાને અચાનક જ દિલ્હી હાઈ કમાન્ડનું તેંડુ આવતા તેઓ દિલ્હી જવા રવાના થયા છે.ત્યારે માનવામાં આવી રહ્યું છે ધારાસભ્ય તરીકે સતત લોકપ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય વસોયાને જો કોંગ્રેસ આ બેઠક પરથી ઉતારે તો પોરબંદર બેઠક કોંગ્રેસને ફાળે જશે તેવી સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે ઉપરાંત પોરબંદર લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર લલિત વસોયાએ આશરે ૧૫ દિવસથી પ્રચાર પણ શરૂ કરી દીધેલ છે.જેને લઈને વસોયાને ગતરોજ અચાનક દિલ્હીનું તેંડુ આવતા પાર્ટીએ તેમની સાથે વાતચીતની ઔપચારિકતા પુરી કરવા માટે જ બોલાવવામાં આવ્યુંRead More


ગુજરાત યુનિ.નાં લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિનીને કહ્યું, ‘મેરેજ પહેલા મઝા કરવી જોઇએ’

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીના સાયન્સના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની પીએચડીની વિદ્યાર્થિનીએ તેના ગાઈડ પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ કુલપતિને કરી છે. જેના પગલે હાલ તરત જ ડબલ્યુડીસી કમિટીએ પ્રોફેસરને ફરજિયાત રજા પર ઉતાર્યા છે ઉપરાંત કેમ્પસ પ્રવેશ પર પ્રતિબંધ હોટેલ પાસેથી સીસીટીવી ફૂટેજ માગવાનો નિર્ણય કર્યો છે. મને જમવાના ટેબલ પર બાજુમાં બેસવા કહ્યું, પરંતુ હું ટેબલમાં સામેની ખુરશી પર બેઠી આ અંગે વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે 20 માર્ચે હોળીના દિવસે પ્રોફેસર ટિફિન લાવ્યા ન હોવાથી તેમણે મને બહાર સાથે જમવાનું કહ્યું. હું ટિફિન લાવી હતી. તેમ છતાં પણRead More


વડાપ્રધાન પદની રેસમાં ન હોવાની પણ ગડકરીની સ્પષ્ટતા

વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકનો કોઈએ રાજકીય લાભ લેવો ન જોઈએ : ગડકરી

– એર સ્ટ્રાઈકને ચૂંટણી મુદ્દો બનાવતી પોતાની જ સરકાર પર નિશાન તાક્યું નવી દિલ્હી, કેન્દ્રિય મંત્રી નીતીન ગડકરીએ ફરી એક વખત આડકતરી રીતે કેન્દ્ર સરકારના વલણની ટીકા કરતા કહ્યું હતું કે કોઈ પણ પક્ષે વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકનો રાજકીય લાભ લેવો ન જોઈએ. તમામ પક્ષોએ તે મુદ્દે રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ. વાહન પરિવહન અને જળ સંસાધન મંત્રી નીતીન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તે વડાપ્રધાન પદની રેસમાં નથી અને આરએસએસનું પણ એવું કોઈ જ આયોજન નથી. વડાપ્રધાન મોદી જ આગામી ચૂંટણી પછી પણ વડાપ્રધાન બનશે.Read More


જો 2019માં કોંગ્રેસની સરકાર આવી તો કોને મળશે પ્રતિવર્ષ 72,000 ? અહીં જાણો

નવી દિલ્હી, લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કાની ચૂંટણી 11 એપ્રીલે યોજાવા જઇ રહી છે. તે પહેલા કોંગ્રેસે મતદાતાઓને લલચાવવા માટે એક મોટી યોજનાની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અનુસાર દેશનાં 20 ટકા ગરીબોને લઘુત્તમ આવક મળી રહે તે માટે સરકાર સરકાર ચુકવણુ કરશે. એટલે કે લઘુત્તમ આવકમાં ઘટતી રકમ સરકાર તરફથી મળશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અનુસાર 20 ટકા ગરીબ પરિવારોનાં ખાતામાં દર વર્ષે સીધા 72 હજાર રૂપિયા ચુકવવામાં આવશે. અમારી સરકાર આવશે તો દરેક ગરીબના ‘બેંક ખાતા’માં પ્રતિવર્ષ 72 હજાર અપાશે: રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ દાવો કર્યોRead More


મેમણ સમાજના વિકાસ માટે ઓલ સૌરાષ્ટ્ર મેમણ જમાત અધિવેશન યોજાયું

        ફેડરેશનની એકિટવીટી અંગે ચર્ચા વિચારણા કરાઈ રાજકોટ, સૌરાષ્ટ્ર મેમણ જમાત સંમેલન દ્વારા ઓલ રસૌરાષ્ટ્ર મેમણ જમાત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ મેમણ સમાજને અપલીસ્ટ કરવાનો અને ગરીબ તથા જરુરીયાત મંદ લોકોને મદદ કરવાનો છે.વિધવાથી લઇ બાળકો સુધીને મદદ કરવાના હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેમણ અગ્રણી યાસીન ડેડાએ જણાવ્યું હતું કે આજે રાજકોટના આંગણે ઓલ ઇન્ડીયા મેમન જમાત ફેડરેશનનું સૌરાષ્ટ્ર ખાતે અધિવેશન રાખવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ઓલ ઇન્ડીયા મેમણ જમાત ફેડરેશનના પ્રેસિડન્ટ ઇકબાલ મેમણ ઉપસ્થિત રહ્યા હતા. જેમનો હેતુ સૌરાષ્ટ્રમાંRead More


ધોરાજીનાં સુપેડી ખાતેથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

ધોરાજી, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ PSI જે બી મીઠાપરા તથા HC લાલજીભાઈ જાંબુકીયા HC ધનજીભાઈ વાસાની તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઈ મનણર તથા રામણિકભાઈ મનણર તથા પ્રદીપભાઈ સોલંકી તથા અજયભાઈ ચુડાસમા એમ બધા ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કેRead More