Main Menu

February, 2019

 

ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ રસિકભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ અને કોંગી અગ્રણી રસિકભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે.રસિકભાઈ ચાવડા હરહંમેશ જમીનથી જોડાઈ લોકોની સેવા કરવા માટે જાણીતા નેતા છે ઉપરાંત તેઓએ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી તાલુકા પંચાયતમાં દ્વારા અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવેલ છે તથા હરહંમેશ જરૂરિયાત મંદોની સેવા કરવામાં રસિકભાઈ અગ્રેસર રહ્યા છે.આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારના વ્યક્તિઓ તથા તાલુકા પંચાયત પરિવારના સભ્યો ઉપરાંત આહીર અગ્રણી દિલીપભાઈ ચાવડા,દિલીપભાઈ જલુ,હિરેનભાઈ વસરા,હરેશભાઈ બોરીચા સહિતનાઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.


ધોરાજી મેમણ અગ્રણી અને એકતા ગ્રુપના બાસિતભાઈ પાનવાલાનો આજે જન્મદિવસ

  ધોરાજી,                ધોરાજી મુસ્લિમ મેમણ સમાજના અગ્રણી અને પોઠીયાવાલા જમાત સાથે જોડાયેલા એકતા ગ્રૂપ વાળા બાસિતભાઈ પાનવાલાનો આજે જન્મદિવસ છે.બાસિતભાઈ વર્ષોથી વિવિધ સામાજિક સંસ્થાઓ તથા રાજકારણ છેત્રે જોડાયેલા છે ઉપરાંત તેઓએ અનેક સંસ્થાઓનો કુનેહપૂર્વક કારોભાર સંભાળેલ છે.તેઓને હંમેશા જરૂરિયાત મંદોની સેવા કરવામાં અનેરો આનંદ આવ્યો છે અને તેઓની આવી ટેવોને કારણે જ બાસિતભાઈ પાનવાલા જમીનથી જોડાયેલા આગેવાનની છાપ ધરાવે છે.ઉપરાંત તેઓના જન્મદિવસ નિમિતે ધોરજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા,મૂળ ધોરાજીના અને હાલ આફ્રિકાના બિઝનેસ મેન સોહેલભાઈ ભેસાણીયા,એકતા ગ્રુપના અફરોજભાઈ લકડકુટા,પાલિકા ઉપપ્રમુખ મકબુલભાઈ ગરાણા,ઈમ્તિયાઝ મનુ,સદસ્ય ઈમ્તિયાઝ પોઠીયાવાલા,ભાજપના હમીદભાઈ ગોડીલ તથા જયસુખભાઈ ઠેસિયાRead More