Main Menu

November, 2018

 

ધોરાજીનાં ડેપ્યુટી કલેકટર જોષીની ઓવરલોડ રેતી ભરેલા ટ્રકો પર તવાઈ : ચાર ટ્રકો સીઝ કર્યા

ધોરાજી, ધોરાજી-ઉપલેટા પંથકમાં રેતી ચોરી તથા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરના વહન બાબતે ડેપ્યુટી કલેકટર ટી.એચ.જોષીને ફરિયાદો મળેલ હતી.જેને લઈને ગત રોજ જાહેર રજા હોવા છતાં પણ ડેપ્યુટી કલેકટર જોષી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળેલ હતા.જે દરમ્યાન તેઓના ધ્યાને રેતી ચારવાના ચારણા પર પડેલ ઓવરલોડ રેતી ભરેલા ટ્રકો આવતા જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેકટર ટી.એચ.જોષી તથા તેમની ટીમ ઉપરાંત ધોરાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.મીઠાપરા સહિતના સ્ટાફને સાથે રાખી ઓવરલોડ રેતી ભરેલા તથા ગેરકાયદેસર રેતીનું ખનન તેમજ વહન કરતા કુલ ચાર ટ્રકોને ઝડપી પાડ્યા હતા.જેથી જાહેર રજાના દિવસે કડક કાર્યવાહીRead More


ધોરાજી ધોડીપાસાના બુટલેગરનો જુગારનો અખાડો પોલીસે પકડી પાડ્યો

ધોરાજી, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી જેતપુર Dy.s.p શ્રી જે.એમ.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી પો.ઈન્સ. શ્રી એમ.વી.ઝાલા સાહેબ,PC નારણભાઈ પંપાણીયા, બાપાલાલ ચુડાસમા,પ્રવીણભાઈ ચાવડા,વિશાલાભાઈ સોનારા એમ બઘા જેતપુર ડીવી.વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.તે દરમ્યાન PC નારણભાઈ પંપાણીયા મળેલ હકિકત આઘારે PC ઘનશ્યામસિંહ જાડેજા,અનિરૂદ્ધ સિંહ ઝાલા,લાલજી ભાઈ જાંબુકીયા,અશોક ભાઈ મણવર તથા પોલીસ સ્ટાફ ધોરાજીએ બહારપુરા વિસ્તારમાં રહેતા મુખ્તાર નુરમામદ કારવા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી ધોડીપાસાનો જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીને આધારે રેઈડ કરતા કુલ ૧૧ ઈસમોને રોકડ રૂ.૫૫૪૫૦ તથા મો.સા.નંગ ૯ મળી કુલ મુદામાલ રૂ.૮૧,૪૫૦ સાથેRead More


ધોરાજી સોની સમાજના યુવા અગ્રણી અને બિઝનેસમેન ડેવિન જીકરિયાએ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી જન્મદિવસ ઉજવ્યો

ધોરાજી, ધોરાજી ખાતે રહેતા અને ગોલ્ડન કોમ્પ્યુટર એન્ડ ગ્રાફિક્સ નામે વ્યવસાય ધરાવતા તથા સોની સમાજના યુવા અગ્રણી ડેવિન જીકરિયાનો ગતરોજ જન્મદિવસ હતો.આજના દેખાદેખીના યુગમાં પણ ઉચ્ચ કક્ષાની જન્મદિવસની ઉજવણીથી દૂર રહી ડેવિનભાઈએ પોતાના જન્મદિવસની પરંપરાગત રીતે માતા-પિતાના પગે લાગે દિવસની શરૂઆત કરેલ હતી જ્યારે આજના યુવાપેઢીમાં જન્મદિવસે કામથી અળગો રહેવાનો ક્રેઝ છે ત્યારે ડેવિન ભાઈએ વ્યવસાય પર રજા રાખ્યા વગર હાજરી આપી અને જેમાંથી તે દિવસની થતી આવક વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં વાપરવાનો નિર્ણય કરી આજની યુવા પેઢીને નવી રાહ ચીંધી હતી તથા સોની તેમના માતા-પિતા સહિત સોની સમાજનું ગૌરવ વધારેલRead More


ધોરાજીનાં વરિષ્ઠ પત્રકાર અલ્પેશભાઈ ત્રિવેદીનો આજે જન્મ દિવસ

ધોરાજી, ધોરાજીનાં વરિષ્ઠ પત્રકાર અલ્પેશભાઈ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે.અલ્પેશભાઈએ નીડરતા પણે છેલ્લા અડધા દસકાથી વધુ સમયથી લોક પ્રશ્નોને વાંચા આપી પત્રકારત્વ છેત્રે કાઠું કાઢેલ છે. ઉપરાંત તેઓની કલમ દ્વારા લોકોની મુશ્કેલી દૂર થાય તે જ તેમના આત્માને ખરો આનંદ આપે છે તેવી વૃત્તિમાં તેઓ સદાય માનતા આવ્યા છે.હાલમાં અલ્પેશભાઈ વિવિધ પ્રતિષ્ઠિત અખબારો તથા ચેનલોમાં સેવાઓ આપી પોતાની ફરજ બજાવે છે.આજે તેમના જન્મદિવસ નિમતે તેમના પરિવારજનો ઉપરાંત વિવિધ રાજકીય તથા સામાજિક જગતના અગ્રણીઓ તથા અખબાર તથા ચેનલોના તંત્રીઓની સાથે પત્રકાર આલમ માંથી તેમના મોબાઈલ નંબર 9925526800 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યોRead More


ધોરાજી ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

ઘોરાજી, દિવાળી તથા નવા વર્ષ નિમિત્તે રાજકીય તથા સામાજિક અગ્રણીઓ દ્વારા વિવિધ જગ્યાએ સ્નેહમિલનના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જેના ભાગરૂપે ગત રોજ ધોરાજી ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તથા સ્થાપક એવા ડોક્ટર પ્રવીણ તોગડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ પધારેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતી.ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટ જિલ્લાના પ્રમુખ તથા એડવોકેટ વી.વી.વઘાસીયા તથા અન્ય અગ્રણીઓ દ્વારા મુખ્ય મહેમાન એવાRead More


કેન્દ્ર સરકારની મગફળીની ખરીદીમાં વેંચાણથી ખેડુતોને ફાયદો કે નુકશાની ? જાણી ને ચોંકી જશો !

ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, કેન્દ્ર સરકાર નાફેડ એજન્સી ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મગફળીના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૪૮૯૦ ઉપરાંત ગુજરાત સરકારનુ ૧૧૦ રૂપીયા પ્રતિ ક્વિન્ટલ બોનસ સાથે પ્રતિ મણ એક હજારના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે જે ગત વર્ષ કરતા પ્રતિ મણ સો રૂપીયા નો વધારો થયોછે જે બાબતે ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહીછે પણ તેમાં એવી શરતો પણ રાખવામા આવી હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે કે જે મગફળીની ખરીદીમાં નિયત ગુણવત્તા વાળી એટલે કે જાડી મગફળીમાં ૬૫ નો ઉતારો હોવો જોઈએ જીણીRead More


કેશોદ શહેરના હાઈવે રોડ ઉપર તહેવારોમાં કામ ચાલતાં વેપારીઓ માં રોષ

ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, રહેણાંક વિસ્તારોમાં ડાયવર્ઝન કાઢવામાં આવતાં દિવાળીના તહેવારો ઉજવવા મુશ્કેલ કેશોદ શહેર મધ્યમાં થી પસાર થતાં હાઈવે રોડ ઉપર તહેવારો માં આડેધડ આયોજન વગરના કામ ચાલતાં હોય ત્યારે કેશોદ શહેર વેપારી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગ નાયબ ઈજનેર કેશોદ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.કેશોદ શહેર મધ્યે પસાર થતાં જુનાગઢ-સોમનાથ હાઈવે રોડ ઉપર ટેલિફોન-મોબાઈલ કંપની દ્વારા આડેધડ ખોદકામ કરી દિવસો સુધી ખાડાઓ જેમના તેમ રાખી આપવામાં આવતાં વેપાર ધંધામાં પારાવાર મુશ્કેલી ઉભી થાય છે.કામ કરનારા વ્યક્તિને રજૂઆત કરવામાં આવે તો ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાથીRead More


ધોરાજી આહિર અગ્રણી અને બિઝનેસ મેન દિલીપભાઈ જલુનો આજે જન્મ દિવસ

ધોરાજી, ધોરાજી શહેર આહિર સમાજ અગ્રણી અને બિઝનેસ મેન દિલીપભાઈ જલુનો આજે જન્મદિવસ છે.વર્ષોથી અથાક મહેનત તથા પરિશ્રમ અને સરળ વ્યવહારને લીધે સામાજિક તથા બિઝનેસ છેત્રે તેઓએ આગવી ઓળખ ઉભી કરેલ છે.આ ઉપરાંત હરહંમેશ દરેક પ્રકારના સેવાકીય કાર્યોમાં તેઓએ ઉદાર હાથે મદદ કરવા ટેવાયેલા છે જેને લીધે જ તેઓ બિઝનેસ મેન હોવા છતાંય જમીનથી જોડાયેલા વ્યક્તિની છાપ ધરાવતા વ્યક્તિ છે આ સાથે તેઓ તેમનો જન્મ દિવસ પણ વિવિધ સેવાકીય કર્યો સાથે ઉજવશે.આજ રોજ તેમના જન્મ દિવસ નિમિત્તે તેઓને રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપરાંત બહોળા મિત્ર મંડળ માંથી શુભેચ્છાઓનો વરસાદ થઈRead More