Main Menu

ધ્રાંગધ્રામાં ખેલ મહાકુંભ જિલ્લાકક્ષા ની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ધ્રાંગધ્રા,

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ માં ખેલ મહાકુંભ જીલ્લાકક્ષા ની રમત ગમત નું આયોજન કરાયું હતું.જીલ્લાના અને તાલુકાઓ માંથી પસંદગી પામેલા ખેલાડી ઓએ જિલ્લાકક્ષાએ પોતાનું કર્તવ્ય રજુ કર્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, લીંબડી, સાયલા,વઢવાણ,પાટડી,ચુડા,લખતર અને ધ્રાંગધ્રા તાલુકાના જુદાજુદા વિદ્યાર્થીઓએ વિવિધ રમત-ગમતોમાં દસ લાખથી વધારે નુ ઇનામો જીતી પોતાની તનતોડ મહેનત કરી રાજ્યકક્ષાએ રમવા જશે.ધ્રાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે કબડી,ખોખો,ઉચી કુદ,લાંબી કુદ,દોડ,રસ્સાખેંચ, વોલીબોલ,ટેનિસ ટેબલ, ગોળાફેક,ચક્રફેક જેવી વિવિધ સ્પર્ધાઓ ખેલમહાકુંભ ની જિલ્લા કક્ષાની ધ્રાંગધ્રા ખાતે યોજાઇ હતી જેમાં અનેક ખેલાડીઓએ ખેલ મહાકુંભ મા ભાગ લીધેલ હતો અને જે અહીંથી પસંદગી પામ્યા છે તેઓ રાજ્ય કક્ષાએ પોતાનું કર્તવ્ય રજુ કરશે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ ની સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાઈ રહી છે તેથી અમને વિદ્યાર્થી ઓમાં પ્રોત્સાહિત મળે અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે ધ્રાંગધ્રાના ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધા મા જિલ્લા કન્વીનર નીલેશભાઈ વ્યાસ,બળદેવભાઈ ખટાણા , મુકેશભાઇ,ધર્મરાજસિંહ જાડેજા,ચંદુમામા વગેરે શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી વિવિધ સ્પર્ધા ઓને સમાપ્ત કરી હતી જીતેલા ખેલાડીઓ હવે રાજ્યકક્ષાએ પોતાનો ડંકો વગાડશે.

રિપોટઁરઃધર્મેશ રબારી ધ્રાંગધ્રા,, 9978070280