Main Menu

October, 2018

 

31 મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી નિમિત્તે વિરમગામ શહેરમાં મેરેથોન દોડ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

મુન્ના વ્હોરા દ્વારા, વિરમગામ, સરદાર સાહેબ ની જન્મ જયંતી દેશભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાય છે વિશ્વની સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમા નું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે આજ રોજ થઈ રહ્યું છે ત્યારે વિરમગામ શહેરમાં રન ફોર યુનિટી મેરેથોન દોડ કાર્યક્રમ વિરમગામ પ્રાંત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ ને ફૂલહાર કરી રન ફોર યુનિટી મેરેથોન દોડ પ્રારંભ કરવામાં આવેલ જે સરદાર પટેલ સ્ટેચ્યુ કે બી શાહવિનય મંદિર થી શેઠ એમ.જે. હાઈસ્કુલ ના મેદાનમાં પૂર્ણ થયેલ જેમાં વિદ્યાર્થીઓ,પોલીસ અધિકારીઓ,સરકારી કર્મચારીઓ વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓRead More


રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્ય અનામત જૂથ ૨૦ વિરમગામ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

મુન્ના વ્હોરા દ્વારા, વિરમગામ, રાજ્ય અનામત જૂથ ૨૦ વિરમગામ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજવા રોડ જીનિંગ પ્રેસથી જૂથ ૨૦ વિરમગામ હેડ ક્વાર્ટર સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં સેનાપતિ આર.એમ પાંડે તથા ડી વાય એસપી બી આર ચૌબે તથા તમામ એસઆરપી સ્ટાફે ભાગ લીધો હતો અને સાથે સાથે એકતા દિવસે શપથ પણ લેવામા આવ્યા હતા.


વિરમગામ તાલુકાના વણી ગામના નાથાભાઇ સિંઘવની જીત થતાં સરપંચ તરીકે કાર્યભાર સંભાળશે

મુન્ના વ્હોરા દ્વારા, વિરમગામ, વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચને ૨૪ જુલાઇના રોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારીના આ નિર્ણયને વણી ગામના સરપંચ દ્વારા R.P.A.D. અધિક વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો જેમાં કેસ ચાલતા સરપંચની જીત થઇ હતી અને ફરીથી નાથાભાઇ (બાદશાહ) સરપંચ બન્યા હતા તેથી ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઇ જવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વણી ગામના સરપંચને ત્રણ માસ અગાઉ સરપંચ ના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યાં હતાં.જે બાબતે અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર દ્વારા સરપંચ દ્વારા આપવામાં આવેલ પુરાવાRead More


કેશોદના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી તહેવાર પુર્વે કપડાની ભેટ આપવામાં આવી

ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, સદભાવના ટ્રસ્ટના હરતા ફરતા શ્રવણ ટિફિન રથના રસોઈ બનાવતા લોકોને કપડાની ભેટ આપવામાં આવી કેશોદ શહેરમા સદભાવના ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું શ્રવણ ટીફીન રથ ચાલી રહ્યું છે જે દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂયાતમંદ લોકોને ઘરે જઈને   ભુખ્યાને ભોજન કરાવેછે તે ભોજન તૈયાર કરનાર રસોઈયા ભાઈઓ બહેનોને સદભાવના ટ્રસ્ટ પરિવાર તરફથી દિવાળીના તહેવારની ઉજવણી નિમીતે કેશોદ પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા કેન્દ્રમાં ફરજ બજાવતા કૃપાબેન લાખાણી તથા ધરમિૅષ્ઠાબેન કમાણી તથા સદભાવના ટ્રસ્ટ પરિવારના વરદ હસ્તે કપડાની ભેટ આપવામાં આવી હતી  ભુખ્યાને ભોજન તરસ્યાને પાણીના સુત્રને સાર્થક કરતાRead More


કેશોદના બળોદર ગામની બિમાર વૃદ્ધ મહિલાને પરિવારજનોએ ત્રાસ આપી કાઢી મુકી

ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, વૃદ્ધ મહિલાએ મહિલા પોલીસ સહાયતા કેન્દ્રમાં રજુઆત કરી વૃદધાશ્રમમાં મુકવા માંગણી કરી કેશોદ તાલુકાના બળોદર ગામે મગનભાઈ ડાભી દેવીપુજક પરિવાર રહેછે જે પરિવારમાં મગનભાઈ ડાભી તેમના બે પુત્રો અને પુત્ર વધુઓ સહિત પરિવારમાં મગનભાઈને તેમની ચાર દિકરીઓ છે જે સાસરે છે અને મોટો પુત્ર ભુપત જુનાગઢ એસટી ડેપોમાં ડ્રાઈવરની નોકરી કરે છે જે કેશોદ રહે છે અને નાનો પુત્ર ભગીરથ રાજકોટ રહે છે જે પ્રાઈવેટ સ્કુલ વાનમાં ડ્રાઈવીંગ કરે છે અને ભગીરથ ની પત્ની ખુશ્બુ રાજકોટ એસટી ડેપોમાં કંડક્ટરની નોકરી કરે છે. મગનભાઈ ડાભીના પત્નિ બાસઠRead More


કેશોદમાં રવિવારી ગુજરી બજારથી ટ્રાફિક જામથી રોડ બંધ જેવી સ્થિતિ થતા લોકો ત્રાહિમામ

  ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, કેશોદ શહેરમાં દર રવિવારે ચારચોકથી બસ સ્ટેશન રોડ ઉપર રવિવારે કપડા સહીત અન્ય માલ સામાનના વેંચાણ માટે વેપાર કરવા ધંધાર્થીઓ લારીઓ કે પાથરણા પાથરી વેપાર ધંધા કરેછે જેમાં મુખ્ય રોડ ઉપર અનેક ધંધારથીઓ ઉભા રહી વેપાર કરતા હોવાથી ગ્રાહકોની ભીડના કારણે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયછે તેમજ ટ્રાફીકના કારણે રોમીયોગીરી કરતા લોકોને પણ મોકળુ મેદાન મળેછે અને મનફાવે ત્યાં રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં આવતા હોય જેથી ટ્રાફિક જામ થતુ હોય જેના કારણે અન્ય વાહનચાલકો એ વાહન પસાર કરવા અસહ્ય બનેછે ત્યારે કેમ જાણેRead More


કેશોદ સુવિધા મહિલા મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, રંગોળી સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત ગીફટ આપવામાં આવી કેશોદની સુવિધા મહિલા મંડળ છેલ્લાં બત્રીસ વર્ષથી કાર્યરત છે જે વિવિધ સેવાકીય કાર્યો કરેછે રંગોળી સ્પર્ધામાં બાળકો યુવતીઓ મહીલાઓની કલાને પ્રોત્સાહન મળે તેથી છેલ્લા તેર વર્ષથી રંગોળી સ્પર્ધાનુ આયોજન કરેછે જેમાં બાળકો યુવતીઓ મહીલાઓ ભાગ લેછે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ગીફ્ટ અને એકથી ત્રણ નંબર મેળવનારને પ્રોત્સાહિત ગીફ્ટ આપવામાં આવે છે. આ વર્ષે રંગોળી સ્પર્ધાની સાથે ગોપાલ ક્રિષ્ના ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ છ મહિલાઓને ગેસ કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ ગેસ વપરાશ ગેસ સીલીન્ડર સેફ્ટી માટેRead More


કેશોદના અજાબ ગામે રહેતા પ્રકૃતિ પ્રેમીએ બનાવ્યા વનસ્પતિમાંથી ધુપ દિપ કોડીયા

ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, પર્યાવરણને ફાયદો થાય અને બેરોજગારોને રોજગારી મળે તેવા હેતુથી ગૃહ ઉદ્યોગ પ્રોડકશન શરૂ થશે પ્રકૃતી પ્રેમીઓ માટે ખાસ સોનામાં સુગંધ ભળે તેમ પ્યોર ગીર ગાયના છાણ સાથે ૫૧ પ્રકારની ખાસ હર્બલ વનસ્પતિ વિવિધ પ્રકારના ઘુપનુ સંયોજન કરીને ધુપ દિપ કોડિયા બનાવેલ છે જે છાણના કોડીયા આકાર નો સેપ આપેલ છે તેને પહેલા રૂ ની વાટ મુકી થોડુ ઘી અથવા તેલ ઉમેરી પ્રગટાવો જેથી દીપ જયોત શરૂ થશે ઘી હસે ત્યા સુઘી દિવો ચાલુ રહેશે પછી છાણનુ કોડયુ સળગશે તેમા મીક્ષ કરેલ ૫૧ જાતની વનસ્પતિનો ઘુમાડો વાતાવરણRead More


કેશોદ શહેરમાં દિવાળી નિમિત્તે રાહતભાવે ફટાકડા નો સ્ટોલ શરૂ કરાયો

ગોવિંદ હડિયા દ્વારા, કેશોદ, કેશોદ હિતરક્ષક સમિતિના સેવાકીય કાર્યને વધાવતા આગેવાનો અને નગરજનો. કેશોદ શહેરમાં દિવાળી ના તહેવારો નિમિત્તે રાહતભાવે ફટાકડા નો સ્ટોલ કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. કેશોદ નગરપાલિકા ના પ્રમુખ યોગેશભાઈ સાવલિયા,કેશોદ પાજરાપોળ ના પ્રમુખ કાન્તીભાઈ ડાભી, કેશોદ મોબાઈલ એશોશીએશન ના પ્રમુખ રાજુભાઈ બોદર, કેશોદ આઝાદ કલબના ટ્રસ્ટી દિનેશભાઇ કાનાબાર ના હસ્તે દિપપ્રાગટય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા તહેવારો માં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આર્શિવાદ સમાન હોય છે.કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનરRead More


ધોરાજી લાયન્સ કલબ દ્વારા આયોજીત રાહતદરે ફટાકડા વિતરણનાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા મંત્રી જયેશ રાદડિયા

ફટાકડા વેંચી તેમાંથી ઉપજતી રકમ સેવાકીય કાર્યોમાં વાપરવામાં આવશે : કલબ પ્રમુખ વાગડીયા ધોરાજી, ધોરાજી લાયન્સ કલબ અનેકવિધ સેવાકીય કાર્યો કરી માનવતાની સોડમ ફેલાવવામાં અગ્રેસર છે.ધોરાજી લાયન્સ કલબ દ્વારા અનેક વખતે વિવિધ સમાજ જાગૃતિના પણ કાર્યક્રમો કરવામાં આવે છે અને સમાજને વિવિધ માહિતીઓથી માહિતગાર થાય છે ઉપરાંત અનેક વખતે બાળકો તથા યુવાનોમાં દેશ પ્રેમનો વિકાસ થાય તેના માટે પણ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.જ્યારે હાલ દિવાળી નજીક છે અને લગભગ જ્ગ્યાએ ફટાકડાની ખરીદી શરૂ થયેલ છે ત્યારે ધોરાજી લાયન્સ કલબ દ્વારા સામાન્ય પરિવારના બાળકો ફટાકડા ફોડી શકે તે માટે અત્યંતRead More