Main Menu

ધોરાજી તાલુકા પંચાયત સદસ્ય અને કોંગી નેતા ભાવેશભાઈ બાબરીયાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી તાલુકા પંચાયતના કોંગી સદસ્ય અને યુવા નેતા ભાવેશભાઈ બાબરીયાનો આજે જન્મદિવસ છે.ભાવેશભાઈ રાજકારણમાં કોંગ્રેસી વિચારધારા સાથે ખૂબ જ નાની વયે પ્રવેશ કરી પોતાની મહેનત અને લોકોની સતત સેવા કરવાનો સ્વભાવ ધરાવતા હોવાને લીધે ટૂંક સમયમાં જ ઉડીએ આંખે વળગે તેવી પ્રગતિ પ્રાપ્ત કરી છે.આ તકે ભાવેશભાઈ બાબરીયા સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે તેઓ સુખી સંપન્ન પાટીદાર પરિવાર માંથી આવે છે અને બાળપણથી જ લોકોની સેવા કરવાની ઈચ્છા હોવાથી તેઓ સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યા છે.અને તેઓનો ઉદેશ્ય હંમેશ ખરાં હદય પુર્વક લોકોના પ્રશ્નો નિવારણનો રહેશે તથા ધારારાસભાની ચૂંટણીઓ વખતે પણ ભાવેશભાઈ ધારાસભ્ય વસોયાનાં નોંધપાત્ર ટેકેદાર તરીકે ઉભરી ખભેથી ખભો મિલાવી કામ કરી પોતાના નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ હતું.આ તકે તેમના જન્મદિવસ નિમિતે ધારાસભ્ય લલિત વસોયા,તાલુકા પંચાયત પ્રમુખ રસિકભાઈ ચાવડા,બિલ્ડર દિનેશભાઈ ટોપિયા,એડવોકેટ અરવિંદભાઈ કાપડીયા, વિજયભાઈ વઘાસિયા,વરુણભાઈ વસોયા તથા તાલુકા પંચાયત સદસ્યો અને કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવેલ હતી.






error: Content is protected !!