Main Menu

ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ તથા ઉદ્યોગપતિ દલસુખભાઈ વાગડીયાનો આજે જન્મદિવસ

ધોરાજી,

ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન તથા ભારત વિકાસ પરિસદ પ્રમુખ દલસુખભાઈ વાગડીયાનો આજે જન્મ દિવસ છે.તેઓ હર હંમેશ જરૂરિયાત વાળી વ્યક્તિઓની સેવા કરવાની ટેવ ધરાવતા હોવાથી પોતાના જન્મ દિવસની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી  ઉજવણી કરશે.આ તકે દલસુખભાઈ વાગડીયાએ જણાવેલ કે સમાજની અંદર રહેલી દરેક વ્યક્તિએ પોતાને તક મળતા સેવા કરવી જોઈએ અને જરૂરિયાત મંદોની સેવા થકી જ વ્યક્તિ અનેરો આનંદ પામી શકે છે.આ ઉપરાંત તેઓ હંમેશા જમીનથી જોડાયેલા અને સરળ વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હોવાને લીધે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે.દલસુખભાઈ વાગડીયાના જન્મદિવસ નિમિતે પરિવારજનો,મિત્ર મંડળ,રાજકીય તથા સામાજિક છેત્રના અગ્રણીઓ સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી છે.


error: Content is protected !!