Main Menu

પોરબંદર લોકસભા સાંસદ રમેશભાઈ ધડુકે મત વિસ્તારના લોકોને દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ધોરાજી,

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ માંથી જંગી લીડથી ચૂંટાય આવેલા સાંસદ રમેશભાઈ ધડુકે ચૂંટાયને આવતા જ લોક પ્રશ્નોને વાંચા આપવાનું શરૂ કરી દીધું છે.ઉપરાંત તેઓ સમયસર લોકસભા વિસ્તારની મુલાકાતો લઈ લોકોની મુશ્કેલીઓ સમજી સતત નિવારણનો પ્રયાસ કરતા આવ્યા છે.જ્યારે હમણાં તહેવારોની મોસમ ચાલી રહી હોય ત્યારે મત વિસ્તારમાં તેઓએ તહેવારો નિમિતે લોકોને શુભેચ્છાઓ પાઠવતા પોસ્ટરો દ્વારા લોકો પ્રત્યે પોતાની લાગણી તથા ભાવનાઓ વ્યક્ત કરી છે.આ તકે તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે મારા મત વિસ્તારના લોકોએ જ મને સાંસદ તરીકે મોકલ્યો છે. અને કોઈપણ સારા પ્રસંગે તેઓને યાદ કરવા એ જ મારા માટે પ્રાથમિકતા છે જેને લઈને સતત તેઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહી તેઓને પડતી અગવડોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહીશ તથા લોકો તમામ તહેવારો શાંતિપૂર્ણ અને આનંદથી ઉજવે તેવી પ્રભુને પ્રથાના કરું છું.આ ઉપરાંત રમેશભાઈ ધડુકના પુત્રો નૈમિશભાઈ ધડુક તથા સાવનભાઈ ધડુકે પણ લોકોને તહેવારોની શુભેચ્છાઓ પાઠવેલ છે.






error: Content is protected !!