Main Menu

જૂનાગઢની નામાંકિત કન્સ્ટ્રકશન પેઢીના સંચાલક જેન્તીભાઈ વઘાસીયા ઉપર ઘાતક હુમલો

કરોડો રૂપિયાના રોડના કામો બાબતે મધુરમ કન્સ્ટ્રકશનના માલિક પર 5 થી 6 શખ્સો જીવલેણ હથીયારો સાથે તૂટી પડતા અરેરાટી 

રાજકોટ,

જૂનાગઢના પૂર્વ કાર્યપાલક ઈજનેર તથા નામાંકીત મધુરમ કન્સ્ટ્રકશનના સંચાલક જેન્તીભાઈ મોહનભાઈ વઘાસીયા (ઉ.63) તેઓ ગતરોજ બપોરે 12 કલાક આસપાસ જૂનાગઢ જિલ્લા પંચાયતના અંદર ત્રીજા માળે કાર્યપાલક ઈજનેર (બાંધકામ)ની ઓફીસમાં પોતાના કામ અર્થે ગયા હતા.ત્યારે અમરેલીની કોઈ કન્સ્ટ્રકશન કંપનીના નામે પેટા કોન્ટ્રાકટમાં કામ કરતા રાજુ ભેડા,હરેશભેડા,રમેશ સોલંકી તથા કલ્પેશ સોલંકી સહિતના 5 થી 6 માથાભારે શખ્સોએ તલવાર લોખંડના પાઈપ,ધોકા,છરી સાથે ધસી આવી ચાલુ ઓફીસમાં જેન્તીભાઈ ઉપર ઘાતક હુમલો કરી બન્ને પગમાં માર માર્યો હતો.જેને લઈને તેઓને એક પગમાં ફ્રેક્ચર તથા બીજા પગમાં પણ ગંભીર ઈજાઓ થયેલ હતી.હુમલો કર્યા બાદ હુમલાખોરો ભાગી છૂટયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જેન્તીભાઈ સાધારણ તથા સરળ વ્યક્તિ ઉપરાંત સફળ બિઝનેસમેન છે.ત્યારે આ બનાવ પાછળનું કારણ બિલખા વિસાવદર રોડના કામનુ ટેન્ડર તેઓની કંપનીએ ભરેલ હતું.જે કામ તેઓની કંપની મધુરમ કન્સ્ટ્રક્શનને કોઈપણ સંજોગોમાં ન મળે તે માટે હુમલાખોરોની ટોળકીએ અધિક્ષક ઈજનેર વાય.એમ. ચાવડા સાથે મિલીભગત કરી મધુરમ કન્સ્ટ્રક્શનને કામ માટે ગેરલાયક ઠેરવી કામ ન મળવા દીધું હતું.જેની સામે મધુરમ કન્સ્ટ્રકશનના સંચાલક જેન્તીભાઈ વઘાસીયા પોતે કામ મેળવવા માટેની પાત્રતા સાથે કાયદેસર હોય તેવા તમામ આધાર પૂરાવા સાથે ગુજરાત સરકારમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરતા તેઓની રજૂઆતો અને કાયદેસરતાને માન્ય રાખી સરકારમાં મધુરમ કન્સ્ટ્રકશનના નામે ટેન્ડર પાસ થઈ જવા પામેલ હતું.

જે અંગેનો ખાર રાખી પૂર્વ આયોજીત કાવત્રું રચી હુમલાખોરોએ ઘાતક હથીયારો સાથે મધુરમ કન્સ્ટ્રકશન વાળા જેન્તીભાઈ વઘાસીયા પર હુમલો કરતા સનસનાટીમચી ગઈ હતી.આ ઉપરાંત હુમલો કરી જતી વેળાએ આ ટોળકીએ તેઓના સોનાના ચેઈન તથા રૂપિયાની લૂંટ ચલાવી તેઓને તથા તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.બનાવ બાદ  ઈજાગ્રસ્ત જેન્તીભાઈ વઘાસીયાને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે.જ્યાં તેઓએ કાયદેસરની પોલીસ ફરિયાદ કરી છે જેમાં વધુ તપાસ જૂનાગઢ પોલીસ ચલાવી રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જેન્તીભાઈ વઘાસીયા સામાજીક ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે ઉપરાંત સામાન્ય માણસોની મદદ માટે તેઓ હંમેશા તત્પર રહેતા હોય છે.ત્યારે લુખ્ખાઓ દ્વારા સજ્જન વ્યક્તિ પર જીવલેણ હુમલો થવાને લીધે તેઓના ખબર અંતર પૂછવા હોસ્પિટલમાં લોકોના ટોળા એકઠા થયા હતા તથા આવા લુખ્ખાઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠેલ હતી.

 

 






error: Content is protected !!