Main Menu

ધોરાજી લાયન્સ કલબ દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ શરૂ : નગરજનોને લાભ લેવા અનુરોધ

ધોરાજી,

લાયન્સ ક્લબ ધોરાજી વર્ષ 1962 થી ધોરાજી મુકામે સેવાકીય પ્રવૃત્તિ કરતી (NGO) એક સંસ્થા છે. આ સંસ્થા દ્વારા મેડિકલ સહાય, વિનામૂલ્યએ કિડની ડાયાલીસીસ, જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય,ગરીબ બાળકોને ભોજન,જરૂરિયાત મંદ વિધવા બહેનોને દર માસે રાશન કીટ વિતરણ,શહેર સુશોભન,વિના મૂલ્યે વૃક્ષોના રોપઓનું વિતરણ, વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તેમાટે ટ્રી ગાર્ડ (પિંજરા) વિતરણ, સરકારી સ્કૂલ ને દત્તક લેવી, મુસાફરો માટે બસ સ્ટેન્ડ,જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી, આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો કાર્યક્રમ એટલે મશાલ રેલીનું આયોજન, સરકારી કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો, મેડિકલ કેમ્પ,પશુ સારવાર કૅમ્પ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.જેમાં થતા ખર્ચને પોહચી વળવા માટે લાયન્સ કલબ દ્વારા દર વર્ષે રાહત દરે ફટાકડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે આ વર્ષે પણ લાયન્સ કલબ આયોજીત ફટાકડા વિતરણ સ્ટોલનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેથી સ્ટેશન રોડ ખાતે આવેલા કે.ઓ.શાહ વિશ્રામ ગૃહ ખાતે ખોલવામાં આવેલા લાયન્સ કલબના ફટાકડા સ્ટોલ માંથી ખરીદી કરીને તેઓ દ્વારા ચલાવવામાં આવતા સેવાકીય પ્રોજેક્ટોને વધારે લોકો સુધી પોહચાડી સેવાકીય કાર્યોને વેગ આપવામાં ભાગીદાર બનવા લાયન્સ કલબ હોદેદારો દ્વારા અપીલ કરાઈ છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા લાયન્સ પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવ સહિત દલસુખભાઈ વાગડીયા,જનક હિરપરા,હાર્દિક હરપાળ સહિતના લાયન્સ હોદેદારોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

 






error: Content is protected !!