Main Menu

જામકંડોરણા વરસાદના પાણીમાં કાર તણાવાને લીધે મહિલાઓના મોત મામલે શોક વ્યક્ત કરતા સાંસદ ધડુક

પાણીના પ્રવાહમાં ન જવા તથા જોખમી સેલ્ફી ન લેવા સાંસદ ધડુકની અપીલ

ધોરાજી,

સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે તથા અનેક જગ્યાએ નદીઓ તથા ડેમો ઓવરફ્લો થવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.આ ઉપરાંત વરસાદને લીધે ક્યાંક ને ક્યાંક પાણીના પ્રવાહની લોકોને પૂરતી જાણકારી ન હોવાને લીધે પાણીમાં ગરકાવ થઈ અપમૃત્યુના બનાવો પણ બનતા જોવા મળે છે.તેવો જ એક બનાવ આજે સવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં બનવા પામ્યો હતો.જેમાં સામાજિક પ્રસંગે જતા પરિવારની કાર પાણીમાં તણાય જવા પામી હતી.જેમાં ચાલકનો કુદરતી રીતે બચાવ થતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે કારમાં સવાર મહિલાઓનું મોત નિપજેલ હતું.સમગ્ર ઘટનાની જાણ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકને થતા તેઓએ ઘટનાની ગંભીરતા લઈ અધિકારીઓને સૂચના આપી કોઈપણ મદદ માટેની પૂરતી તૈયારીઓ દર્શાવેલ હતી.સાથોસાથ મૃતકો માટે શોક વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી.આ ઉપરાંત તેઓએ જોખમી પાણીના પ્રવાહમાં ન જવા થતા પાણી સાથે જોખમી સેલ્ફી ન લેવા લોકોને અપીલ કરેલ હતી.અત્રે નોંધનીય છે કે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક હમેશ માટે મતવિસ્તારના પ્રશ્નો તથા લોકોની સમસ્યાઓ પ્રત્યે સજાગ રહી નિવારણ માટે પ્રયત્નશીલ રહે છે.

 






error: Content is protected !!