Main Menu

ધોરાજીના એડવોકેટ અરવિંદ કાપડીયાએ જૂનાગઢ કોર્ટ માંથી ગંભીર ગુનાના તહોમતદારોને નિર્દોષ છોડાવ્યાં

ધોરાજી,

જૂનાગઢના ખડીયા મુકામે પોતાના પતિથી અલગ માતા-પિતા સાથે રહેતી પરિણીતાએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ લખાવેલ કે, દોલતપરાના સંદીપ દિનુભાઈ પુરોહિતનાએ પીડીતા સાથે ઓળખાણ પરિચય કેળવી તેણી પોતાના માવતરને ત્યાં એકલી હોય તે દરમિયાન આરોપીએ તેણીના સગીર પુત્રને મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી લઈ જઈ જુદી-જુદી જગ્યાએ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી તેણીનું શારીરિક શોષણ લગ્નની લાલચ આપી કરેલ હોય જે મતલબની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને અટક કરી તેની સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતાં નામદાર જુનાગઢ સેશન્સ કોર્ટમાં આરોપી તરફે ધોરાજીના યુવા ધારાશાસ્ત્રી શ્રી અરવિંદ જી. કાપડિયાએ ફરિયાદ પક્ષના સાક્ષી સાહેદોની વિસ્તૃત ઉલટ-તપાસ કરેલ તેમજ આરોપીના બચાવમાં ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ જૂનાગઢના મહેરબાન ત્રીજા એડીશનલ સેશન્સ જજ શ્રી ટી.ડી. પડીયા સાહેબ દ્વારા ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરી શકેલ ન હોય તેમજ મેડિકલ તે વૈજ્ઞાનિક પુરાવાથી પણ ફરિયાદીની ફરિયાદને સમર્થન મળતું ન હોય તેમજ ફરિયાદીએ પોતાને મળેલા સ્ત્રી રક્ષણના કાનૂની અધિકાર નો આરોપી વિરુદ્ધ દુરુપયોગ કરેલો હોય ફરિયાદીને કોઈપણ જાતનું વળતર મળવા પાત્ર ન હોય તેવું માની આરોપી સંદીપ વિનુભાઈ પુરોહિતને ઈન્ડીયલ પીનલ કોડની કલમ- ૩૬૬, ૩૭૬, 506 ( 2 ) મુજબના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવેલ આ કેસમાં આરોપી તરફે ધોરાજીના યુવા ધારાશાસ્ત્રી અરવિંદ કુમાર જી. કાપડિયા રોકાયેલ હતા.






error: Content is protected !!