જેતપુર પાટીદાર અગ્રણી અને ભામાશા તરીકે જાણીતા જગદીશભાઈ પાંભરનો આજે જન્મદિવસ


જેતપુર,
જેતપુર પાટીદાર સમાજ અગ્રણી તથા પંથકમાં ભામાશા તરીકે જાણીતા જગદીશભાઈ પાંભરનો આજે જન્મદિવસ છે.જગદીશભાઈ પાંભરનો જન્મ ૦૫-૦૮-૧૯૭૧નાં રોજ થયો હતો.આજે તેઓએ ૪૯ વર્ષ પુરા કરી ૫૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.જગદીશભાઈ પાંભરની ગણના પાટીદાર અગ્રણીની સાથે ઉધોગપતિ તરીકે પણ થાય છે.ઉપરાંત તેઓ સેવાકીય કાર્યોમાં ખુલ્લા મનથી દાન કરવાની વૃત્તિ ધરાવતા હોવાને લીધે તેઓ સમગ્ર પંથકમાં ભામાશા તથા સેવાના ભેખધારી તરીકે જાણીતા થયા છે.જગદીશભાઈ પાંભર છેલ્લા ૩૫ વર્ષોથી સામજિક તથા રાજકીય રીતે સક્રિય રહી જાહેર જીવનમાં લોકોની સેવા કરતા આવ્યા છે.જેને લઈને તેઓ જમીનથી જોડાયેલા વ્યક્તિની છાપ ધરાવે છે.તથા તેઓએ વિવિધ રાજકીય પક્ષમાં અનેક હોદ્દાઓ શોભાવેલા છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે વિવિધ છેત્રના રાજકીય તથા સામાજિક આગેવાનો તથા મિત્રોએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
« ધોરાજી લાયન્સ કલબ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણ કરાયા (Previous News)