Main Menu

ધોરાજી લાયન્સ કલબ દ્વારા વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણ કરાયા

ધોરાજી,

ધોરાજી લાયન્સ કલબ દ્વારા છેલ્લા ઘણા જ સમયથી લોકસેવા તથા સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગતરોજ લાયન્સ કલબ ગ્રીન ડિસ્ટ્રિક્ટ ગ્રીન સીટી પ્રોજેકટ અંતર્ગત લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તથા વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય અને આપણું શહેર હરિયાળું બને તે હેતુસર સ્ટેશન રોડ ધોરાજી ખાતે જાહેર કાર્યક્રમ યોજી રાહત દરે ટ્રી-ગાર્ડ તથા વિનામૂલ્યે વિવિધ જાતના વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ પાર પાડવા માટે લાયન્સ કલબ ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવ,પૂર્વ લાયન્સ પ્રમુખ તથા હાલના ભારત વિકાસ પરિષદ ધોરાજી શહેર પ્રમુખ દલસુખભાઈ વાગડીયા,ખજાનચી સહિત વિવિધ લાયન્સ મેમ્બરોએ જહેમત ઉઠાવેલ હતી.

 






error: Content is protected !!