Main Menu

કેબિનેટ મંત્રી રાદડિયાના હસ્તે દલસુખભાઈ વાગડીયાને સૌરાષ્ટ્ર બેસ્ટ પ્રેસિડેન્ટ ઓફ લાયન્સ કલબ એવોર્ડ એનાયત કરાયો

ધોરાજી,

ધોરાજીના ખ્યાતનામ બિઝનેસમેન અને લાયન્સ કલબ સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાઈ લોકસેવા માટે હંમેશા તત્પર રહેતા દલસુખભાઈ વાગડીયાએ ખૂબ જ લોકચાહના પ્રાપ્ત કરી છે.જ્યારથી તેઓની નિમણુંક લાયન્સ કલબ પ્રમુખ તરીકે કરવામાં આવી છે ત્યાર બાદ કલબના નેજા હેઠળ બહેરા-મૂંગા બાળકોના ફ્રી માં ઓપરેશનો,વિધવા બહેનોને પ્રતિમાસ અનાજ કીટ વિતરણ,રાહત દરે ફટાકડા વિતરણ,સ્વાઈન ફલૂ સામે લડવા ઉકાળાનું વિતરણ,ઓનેસ્ટી શોપ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી પ્રમુખ તરીકે પોતાની સેવાકીય શૈલી,સાધારણતા તથા કુનેહનો ઉત્તમ પરચો બતાવી લાયન્સ કલબમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.જેના ભાગરૂપે તેઓની કલબ માટે કરેલા કાર્યો તથા લોકસેવાની નોંધ લઈ ગત રોજ રાજકોટ ચોકીધાણી રિસોર્ટ ખાતે યોજાયેલ લાયન્સ કલબ દ્વારા યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં લાયન્સ કલબે તેઓને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ  ડીસ્ટ્રીકટ  3232J (સૌરાષ્ટ્ર-કચ્છ) ની ૪૦ થી વધુ ક્લબ માંથી બેસ્ટ પ્રેસિડેન્ટ તરીકે જાહેર કર્યા હતા.આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે તેઓને એવોર્ડ એનાયત કરાયો હતો.ઉપરાંત જયેશભાઈ રાદડિયા તથા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પણ તેઓની સેવાઓને બિરદાવી હતી. તથા ધોરાજીની લાયન્સ કલબ સહિત વિવિધ સંસ્થાઓએ પણ તેઓને અભિનંદન આપ્યા હતા. આ તકે દલસુખભાઈ વાગડીયાએ તમામની શુભેચ્છાઓનો આભાર માની તેઓ હંમેશ લોકસેવા માટે કાર્યરત રહેશે તેમ જણાવ્યું હતું.

 






error: Content is protected !!