અવસાન / પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ધડુકના માતૃ શ્રીનું અવસાન થતા સમાજમાં ઘેરો શોક ફેલાયો


અવસાન નોંધઃ ગોંડલના સેવાભાવી, શ્રી ગેલી અંબે ગરબી મંડળના સંચાલક, પુર્વ ચેરમેન માર્કેટ યાર્ડ, ચેરમેન ઓલ ગુજરાત માર્કેટ યાર્ડ, તેમજ પટેલ સમાજ આગેવાન અને ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુકના માતૃશ્રી ઉજીબેન લવજીભાઇ ધડુક શ્રીજી ચરણ પામવાથી પટેલ સમાજમાં ઘેરો શોક ફેલાયો છે. વિઠ્ઠલભાઇ લવજીભાઇ ધડુક (પ્રમુખ કન્યા છાત્રાલય ગોંડલ), મનસુખભાઇ લવજીભાઇ ધડુક(બાલાજી રોલીંગ મીલ) તેમજ રમેશભાઇ લવજીભાઇ ધડુક (અગ્રણી ઉદ્યોગપતિ) ના માતૃશ્રી, તેમજ મોહનભાઈ નાયાભાઇના ભાભી તેમજ સ્વ.કેશવજીભાઇ નાયાભાઇ તથા ગં. સ્વ. સંતોકબેન કેશવજીભાઇના દેરાણી તથા હિમાંશુ વી. ધડુક,ભાવેશ એમ. ધડુક, નૈમિશ આર. ધડુક તેમજ સાવન આર. ધડુકના દાદીમા શ્રીજી ચરણ પામેલ છે.સદગતની સ્મશાન યાત્રા તા. 3 શુક્રવાર બપોરે 3:30 કલાકે, “શ્રી દાસીજીવણ કૃપા”, કૈલાશ બાગ સોસાયટી, ડ્રિમલેન્ડ હોટેલ વાળી શેરી, ગોંડલ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાનેથી નીકળશે.
ધડુક પરિવારના જય શ્રી કૃષ્ણ…