Main Menu

આહિર સમાજમાં એકતા હશે તો કોઈની તાકાત નથી કે તોડી શકે : યુવા આહિર અગ્રણી હિરેન વસરા

પોરબંદર,

તાજેતરમાં યોજાનારી ચૂંટણીઓને લઈને પોરબંદરના રાણા કંડોરણા ખાતે પોરબંદર તથા માણાવદર આહિર અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું હતું.જેમાં યુવા આહિર અગ્રણી તથા ઉદ્યોગપતિ હિરેનભાઈ વસરાએ પ્રાસંગિક પ્રવચન આપેલ હતું.હિરેનભાઈ વસરાએ પોતાના વક્તવ્ય દરમ્યાન જણાવેલ કે ગુજરાત વિધાનસભામાં પ્રથમ વાર આહિર સમાજના દીકરા જવાહરભાઈ ચાવડાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને તે આહિર સમાજમાં રહેલી એકતાને લીધે જ શક્ય બન્યું છે ઉપરાંત જવાહરભાઈ પાછળ તમામ સમાજના અગ્રણીઓને તન-મન-ધનથી સેવા કરવાની અપીલ કરેલ હતી સાથોસાથ કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર સમાજમાં એકતા જાળવવાની હાંકલ કરી હતી તથા જો સમાજ એક હશે તો કોઈની તાકાત નથી કે તોડી શકે તેમ સ્પષ્ટ પણે જણાવેલ હતું.

આ ઉપરાંત તેઓએ લોકસભાની ચૂંટણીઓને લઈને વિઠલભાઈ રાદડિયા સાથેના તેમના પિતા લક્ષ્મણભાઈ વસરા સાથેના સબંધોને વાગોળ્યા હતા તથા જ્યારે પણ લક્ષ્મણભાઈએ આહિર સમાજને હાંકલ કરી ત્યારે સમાજે વિઠલભાઈ કોઈપણ પક્ષમાં હોય છતાં તેમની તરફેણમાં મતપેટીઓ ભરી તેઓની આબરૂ જાળવી છે તથા લક્ષ્મણભાઈએ પણ ખુલ્લા મને સમાજ તથા વિઠલભાઈ સાથે મિત્રતા નિભાવી હોવાનું જણાવ્યું હતું પરંતુ આ વખતે સંજોગો વસાત વિઠલભાઈની નાદુરસ્ત તબિયતને લીધે ટીકીટ રમેશ ધડુકને મળી હોય અને ચૂંટણીની જવાબદારીઓ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર હોય અને તેઓ સાથે પણ વસરા પરિવારને પારિવારિક તથા મિત્રતા સંબંધો હોય અને લક્ષ્મણભાઈ તથા હિરેનભાઈ સંબંધો તથા મિત્રતા નિભાવનારી વ્યક્તિઓ છે જેને લઈને લોકસભાની ચૂંટણીઓમાં પણ આહિર સમાજને રમેશભાઈની તરફેણમાં રહેવા હાંકલ કરી હતી સાથોસાથ સમાજ સમક્ષ વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું કે આહિર સમજે દરેક વખત લક્ષ્મણભાઈનું માન રાખ્યું છે જ્યારે સમાજનું કે સમાજના વ્યક્તિનું કોઈ પણ કામ પડ્યે અડધી રાત્રે પણ આવીને પડકારો કરશે ત્યારે તેઓ હાજર રહેશે તેમ જણાવી પોતાના વક્તવ્યનું સમાપન કરેલ હતું.






error: Content is protected !!