Main Menu

ધોરાજી પોલીસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા

ધોરાજી,

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ PSI એસ એમ વસાવા સાહેબ PSI જે બી મીઠાપરા સાહેબ તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા PC ઘનશ્યામસિંહ જાડેજા PC અશોકભાઈ મણવર PC અજિતભાઈ ગંભીર એમ બધા કોમ્બિંગ ડે અનુસંધાને ધોરાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે ધોરાજી રામપરા ગરબી ચોકમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા આરોપી હબીબ કાસમભાઈ બેલીમ તથા મુસ્તુફા મહમદ ભાઈ સિપાઈ તથા હાજી જુમા ભાઈ સાંઢ તથા સિકંદરશાહ હનીફશાહ જલાલી રહે બધા ધોરાજી વાળાઓને રોકડા રૂપિયા 13880/-ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે

 






error: Content is protected !!