Main Menu

મેંદરડા ખાતે લવ જેહાદનો બનાવ બનતા આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે સમગ્ર ગામે સ્વયંભૂ બંધ પાળી રોષ ઠાલવ્યો

રમેશ કારિયા દ્રારા,

માળીયા હાટીના,

મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામેથી વિપ્ર પરિવારની હિન્દુ યુવતીને એક પરણીત મુસ્લીમ શખ્સ અપહરણ કરીને ઉઠાવી ગયો હોય તેવો લવ જેહાદનો વધુ એક બનાવ સામે આવતા સમસ્ત હિન્દુ સમાજ, બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠન દ્વારા આ બનાવના વિરોધમાં મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલ છે અને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે.

આવો હીચકારો બનાવ બનવા પામતા સમગ્ર મેંદરડા શહેરના નાના મોટા વેપારીઓ થી લઇ લારી ગલ્લા શાકભાજી, દુધની ડેરીવાલા,થી લઇ તમામ હિંદુો સમાજ ના લોકો દ્રારા આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી  સમગ્ર મેંદરડા શહેર બંધના એલાનમા જોડાઇ દરેક લોકો પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી હિંદુ સમાજ ની સાથે રહી સહકાર આપવામા આવેલ છે પોલીસ દ્રારા  કોઇ અનીચ્છનીય બનાવ ન બને તેમાટે ચુસ્ત બંદો બસ્ત કરવામા આવેલ છે.






error: Content is protected !!