Main Menu

prajaakrosh

 

ઉપલેટા આહિર અગ્રણી પીઠળ કૃપા ગ્રુપના ભરતભાઈ સુવાનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા આહીર સમાજ અગ્રણી અને પીઠળ કૃપા ગ્રુપ તથા બી.એન.કન્સ્ટ્રકશન વાળા ભરતભાઈ સુવાનો આજે જન્મદિવસ છે.ભરતભાઈ સુવાની ઉપલેટા આહિર સમાજના આગેવાન થતા સફળ બિઝનેસમેનમાં ગણના થાય છે ઉપરાંત તેઓ સામાજીક અને રાજકીય છેત્રો સાથે જોડાયેલા પણ છે.ભરતભાઈ સુવા હંમેશા જમીનથી જોડાયેલા અને લોકની મદદ માટે તત્પર રહેતા વ્યક્તિની છાપ ધરાવે છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે દિલીપભાઈ ચાવડા(સાહેબ),હરેશભાઈ બોરીચા,નરેન્દ્ર સુવા(લાલા માસ્તર),દીપકભાઈ બી.એન,દિપકભાઈ સુવા(ભૂરો),મયુરભાઈ સુવા,કિશોરભાઈ સુવા સહિતના રાજકીય તથા સામાજીક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.


ધોરાજી તાલુકા પંચાયત સદસ્ય અને કોંગી નેતા ભાવેશભાઈ બાબરીયાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી તાલુકા પંચાયતના કોંગી સદસ્ય અને યુવા નેતા ભાવેશભાઈ બાબરીયાનો આજે જન્મદિવસ છે.ભાવેશભાઈ રાજકારણમાં કોંગ્રેસી વિચારધારા સાથે ખૂબ જ નાની વયે પ્રવેશ કરી પોતાની મહેનત અને લોકોની સતત સેવા કરવાનો સ્વભાવ ધરાવતા હોવાને લીધે ટૂંક સમયમાં જ ઉડીએ આંખે વળગે તેવી પ્રગતિ પ્રાપ્ત કરી છે.આ તકે ભાવેશભાઈ બાબરીયા સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે તેઓ સુખી સંપન્ન પાટીદાર પરિવાર માંથી આવે છે અને બાળપણથી જ લોકોની સેવા કરવાની ઈચ્છા હોવાથી તેઓ સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યા છે.અને તેઓનો ઉદેશ્ય હંમેશ ખરાં હદય પુર્વક લોકોના પ્રશ્નો નિવારણનોRead More


ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ તથા ઉદ્યોગપતિ દલસુખભાઈ વાગડીયાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન તથા ભારત વિકાસ પરિસદ પ્રમુખ દલસુખભાઈ વાગડીયાનો આજે જન્મ દિવસ છે.તેઓ હર હંમેશ જરૂરિયાત વાળી વ્યક્તિઓની સેવા કરવાની ટેવ ધરાવતા હોવાથી પોતાના જન્મ દિવસની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી  ઉજવણી કરશે.આ તકે દલસુખભાઈ વાગડીયાએ જણાવેલ કે સમાજની અંદર રહેલી દરેક વ્યક્તિએ પોતાને તક મળતા સેવા કરવી જોઈએ અને જરૂરિયાત મંદોની સેવા થકી જ વ્યક્તિ અનેરો આનંદ પામી શકે છે.આ ઉપરાંત તેઓ હંમેશા જમીનથી જોડાયેલા અને સરળ વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હોવાને લીધે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે.દલસુખભાઈ વાગડીયાના જન્મદિવસ નિમિતે પરિવારજનો,મિત્ર મંડળ,રાજકીય તથા સામાજિક છેત્રના અગ્રણીઓ સહિતRead More


ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ

ઉપલેટા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તથા વરિષ્ઠ કોંગી આગેવાન લાખાભાઈ ડાંગરના પુત્ર તીર્થનો આજે જન્મદિવસ છે.તીર્થના જન્મદિવસ નિમિતે તીર્થએ પૂજા અર્ચના કરી તથા માતા-પિતાનાં ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરેલી હતી તથા પિતા લાખાભાઈ તથા માતા જયા બહેને પણ મોજેશ્વર મહાદેવ મંદિરે તીર્થમાં બુદ્ધિ શક્તિ તથા જ્ઞાનનો વિકાસ થાય તે માટે ભગવાન આશુતોષને પ્રાર્થના કરેલ હતી.તીર્થના જન્મદિવસ નિમિતે પિતા લાખાભાઈ ડાંગર માતા જયા બહેન ડાંગર તથા સગા-વહાલાઓએ ઉપરાંત વિવિધ રાજકીય છેત્રનાં દિગગજોએ તીર્થ જીવનમાં દરેક છેત્રે આગળ વધે તથા ઉતરોતર પ્રગતિ કરી માતા-પિતાનું ગૌરવ વધારે તે માટેના આશીર્વાદોRead More


ધોરાજી મેમણ સમાજ અગ્રણી અને પાલિકા ચેરમેન ઈમ્તિયાઝ પોઠીયાવાલાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી ખાતે રહેતા અને મેમણ સમાજના અગ્રણી ઈમ્તિયાઝ પોઠીયાવાલાનો આજે જન્મદિવસ છે.ઈમ્તિયાઝ પોઠીયાવાલાની વર્ષોથી મેમણ સમાજના અગ્રણી તરીકે ગણના થાય છે.તેઓ ધોરાજી પોઠીયાવાલા જમાત પ્રમુખ તથા ધોરાજી નગરપાલિકામાં બાંધકામ સમિતિ ચેરમેન તરીકે હાલ કાર્યરત છે.ઈમ્તિયાઝ પોઠીયાવાલા મેમણ સમાજના સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી સમાજ હિતના કાર્યો કરતા આવ્યા છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે તેઓને તેમના મિત્ર મંડળ તથા પરિવાર માંથી બહોળી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.  


ધોરાજી યુવા ભાજપ પ્રમુખ અને સેવાભાવી મિહિરભાઈ હિરપરાનો આજે જન્મદિવસ

ધોરાજી, ધોરાજી ખાતે રહેતા અને અને સેવાભાવી યુવક મિહિર હિરપરાનો આજે જન્મદિવસ છે.મિહિરભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી રાજકીય તથા સામાજિક છેત્રે સક્રિય છે.જેની તાજેતરમાં ભાજપ પાર્ટીએ નોંધ લઈ ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારીઓ સોંપી છે.મિહિરભાઈ ખૂબ જ નાની ઉંમરે મોટું વ્યક્તિત્વ ધરાવે છે તથા હંમેશા લોકોને મદદરૂપ થવા માટે ખડેપગે ઉભા રહે છે.આ તકે તેમના જન્મદિવસ નિમિતે તેઓને સાંસદ રમેશભાઈ ધડુક,રાજ્યના કેબિનેટ મંત્રી રાદડિયા,ધોરાજી ભાજપના હોદેદારો સહિત તેમના મિત્ર મંડળે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.  


ધોરાજી પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગનો વિકાસ કરવાની એસો.પ્રમુખ વાગડીયાની નેમ

ધોરાજી પ્લાસ્ટીક એશો.ના હોદ્દેદારોની દિલ્હીમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ  ધોરાજી,     ધોરાજી પ્લાસ્ટીક એશો.નું પ્રતિનિધિ મંડળ દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે યોજાયેલ પ્લાસ્ટીક રીસાયકલીંગ અને જીએસટી અને પ્લાસ્ટીકના કારખાનાઓમાં સબસીડીવાળા સોલાર અંગે કેન્દ્રના અધિકારીઓ સાથે ધોરાજી પ્લાસ્ટીક એશો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા અને ઉદ્યોગપતિ વિમલભાઇ વૈષ્ણવ સહિતનાઓએ દિલ્હીના શાસ્ત્રીભવનમાં પેટ્રોકેમીકલ અધિકારી રાઘવેન્દ્ર રાવ સહિતના અધિકારીઓ સાથે પ્લાસ્ટીક રીસાયકલમાં ઉદ્યોગકારોને પડતી સમસ્યાઓ જેવી કે વેસ્ટ પ્લાસ્ટીકમાંથી જીએસટી નાબુદ કરવી, રીસાયકલ ઝોન બનાવવુ સહિતની માંગો મુકેલ હતી.આ ઉદ્યોગ સમગ્ર દેશ માથી વેસ્ટ પ્લાસ્ટીકમાંથી રીસાયકલીંગ દ્વારા બેસ્ટ બનાવવાનું કામ કરી હજારો લોકોને સીંધી રોજગારીRead More


શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજીયાતના નિર્ણયને વધાવતા રાજકોટ અગ્રણી મનીષભાઈ પટેલ

રાજકોટ, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મોટર વિહીકલ એકટ લાગુ કરવામાં આવતા તમામ સ્થળોએ હેલ્મેટ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનારાઓને મોટા દંડો પણ ફટકારવમાં આવતા હતા.જેને લઈને લોકોમાં સરકારના આવા નિર્ણય પ્રત્યે ક્યાંક ને ક્યાંક કચવાટ જોવા મળતો હતો.લોકોની વ્યથાને ધ્યાને લઈ કોંગ્રેસ તથા અન્ય સામાજિક સંસ્થાઓએ સરકારને અનેક રજૂઆતો કરેલ હતી.જેને ધ્યાને લઈ ગતરોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાનું મરજિયાત બનાવતા લોકોમાં ખુશીની લાગણી પરસરેલ હતી.સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને રાજકોટ અગ્રણી અને ઉદ્યોગપતિ મનીષભાઈ પટેલે વધાવી વાહનચાલકોને મોઢું મીઠું કરી ઉજવણી કરેલ હતી.આRead More


ધોરાજી ખાતે પ્લાસ્ટ વિઝન 2020 અંતર્ગત માહિતી આપવા સેમિનાર યોજાયો

ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ વાગડીયાએ સમગ્ર કાર્યક્રમમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ધોરાજી, સમગ્ર વિશ્વએ હાલ પ્લાસ્ટિક રિસાયકલિંગ તરફ દોટ મૂકી છે ત્યારે ધોરાજી ખાતે વર્ષોથી પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગો આવેલા છે.જેની નોંધ હાલ છેક કેન્દ્ર સરકાર સુધી લેવામાં આવતા તાજેતરમાં જ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ ધોરાજી પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટોની વિઝીટ કરી તમામ માહિતી મેળવી હતી.ત્યાર બાદ ગતરોજ પ્લાસ્ટ વિઝન 2020 નામે મુંબઈ ખાતે આવનાર જાન્યુઆરી માસે યોજાનારા કાર્યક્રમની ટીમે પણ ધોરાજીની મુલાકાત લઈ પ્લાસ્ટિક ઉદ્યોગકારો માટે સેમિનારનું આયોજન કરેલ હતું. પ્લાસ્ટ વિઝન 2020ની ટીમનું ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દલસુખભાઈ વાગડીયા દ્વારા સન્માન કરવામાંRead More


ધોરાજી આહિર અગ્રણી અને બિઝનેસ મેન દિલીપભાઈ જલુનો આજે જન્મ દિવસ

ધોરાજી, ધોરાજી શહેર આહિર સમાજ અગ્રણી અને બિઝનેસ મેન દિલીપભાઈ જલુનો આજે જન્મદિવસ છે.વર્ષોથી અથાક મહેનત તથા પરિશ્રમ અને સરળ વ્યવહારને લીધે સામાજિક તથા બિઝનેસ છેત્રે તેઓએ આગવી ઓળખ ઉભી કરેલ છે.આ ઉપરાંત હરહંમેશ દરેક પ્રકારના સેવાકીય કાર્યોમાં તેઓએ ઉદાર હાથે મદદ કરવા ટેવાયેલા છે જેને લીધે જ તેઓ બિઝનેસ મેન હોવા છતાંય જમીનથી જોડાયેલા વ્યક્તિની છાપ ધરાવતા વ્યક્તિ છે આ સાથે તેઓ તેમનો જન્મ દિવસ પણ વિવિધ સેવાકીય કર્યો સાથે ઉજવશે.આજ રોજ તેમના જન્મ દિવસ નિમિત્તે તેઓને રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપરાંત બહોળા મિત્ર મંડળ માંથી શુભેચ્છાઓનો વરસાદ થઈRead More


error: Content is protected !!