Main Menu

પોરબંદર સાંસદ પુત્ર નૈમિશભાઈ ધડુકે અનેક પ્રાચીન ગરબીઓની મુલાકાત લઈ બિરદાવી

રાજકોટ,

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં પોરબંદર લોકસભા બેઠક પર જંગી લીડથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે શાનદાર જીત મેળવી સાંસદ તરીકે ચૂંટાય આવ્યા હતા.પરંતુ કોઈપણ વ્યક્તિની જીત પાછળ તેમની સમગ્ર ટીમ તથા ઉમદા આયોજનો જવાબદાર હોય છે.પોરબંદર લોકસભા બેઠક પર ટીમને ચલાવવા અને ઉમદા આયોજનો માટે પડદા પાછળના ખેલાડી તરીકેની સંપૂર્ણ જવાબદારી તેમન સાંસદ પુત્ર નૈમિશભાઈ ધડુકે સંભાળી હતી.જો વાત કરીએ તો રમેશભાઈની સાથોસાથ નૈમિશભાઈ પણ સમગ્ર વિસ્તારના પ્રશ્ને ચિંતિત રહી લોક પ્રશ્નોને વાંચા આપવા સતત પ્રયત્નો કરતા નજરે ચડતા જોવા મળતા હોય છે.ઉપરાંત તેઓ વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપતા હોય છે.જેના ભાગરૂપે તેઓએ પોરબંદર લોકસભા વિસ્તારમાં યોજાતી પ્રાચીન ગરબીઓનું મહત્વ સમજી અનેક પ્રાચીન ગરબીઓમાં હાજરી આપી લ્હાણી વિતરણ કરેલ હતી.આ તકે તેઓ સાથે પ્રાચીન ગરબીઓ વિશે વાત કરતા જણાવેલ કે હાલ આધુનિક યુગમાં લોકો અર્વાચીન રાસ તરફ વળ્યા છે. પરંતુ પ્રાચીન ગરબીઓ આજે પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખવા તથા આપણી વિશ્વ સમક્ષ ઓળખ આપવા માટે અત્યંત જરૂરી છે.જેથી મને આવી ગરબીઓમાં હાજરી આપી પ્રાચીન ગરીબીમાં રમતા ખૈલૈયાઓ તથા અયોજકોનો ઉત્સાહ વધારી આપણી પરંપરા જીવતી રાખવી ગમે છે.

 


error: Content is protected !!