Main Menu

ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ મિહિર હીરપરા દ્વારા રાશન કિટનું વિતરણ કરાયું

ધોરાજી,

ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ મિહિર હિરપરા તેમજ વોર્ડ નં-૯ના કોર્પોરેટર અને તેમના માતા ચેતનાબેન હિરપરા દ્વારા કોરોના વાઈરસના કારણે લોકડાઉનની પરીસ્થિતિમા રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમીકો તેમજ મજૂરોને આવા કપરા સમયમા જમવાની મુશ્કેલી ના પડે તે માટે ૨૫૦ જેટલા પરીવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.આ તકે મિહિર હીરપરા જણાવેલ કે ઈશ્વરે આવા સમયે લોકોની સેવા કરવા માટે આપણને સક્ષમ બનાવ્યા છે.ત્યારે આપણાથી શક્ય તેટલી વધારેમાં વધારે સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ સમાજમાં દાખલો બેસાડવો જોઈએ






error: Content is protected !!