Main Menu

જેતપુર તાલુકાના PHC તથા CHC સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની ચકાસણી કરતા કે.પી.પાદરિયા

જેતપુર,

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે અને જેના અનુસંધાને ગુજરાતમાં પણ વિવિધ જગ્યાએ કોરોનાના કેસો સામે આવેલ છે.ત્યારે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ લોકોને વિનામૂલ્યે પૂરતી મેડિકલ સુવિધાઓ મળી રહી તે મારે સરકાર દ્વારા PHC તથા CHC સેન્ટરો ઉભા કરવામાં આવેલ છે.આવા સેન્ટરો પર કામગીરીની ચકાસણી કરવા રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાએ જેતપુર તાલુકાના વીરપુર,જેતલસર તથા મેવાસા સહિત તમામ ગામોના સેન્ટરોની સરપ્રાઈઝ વિઝીટ કરી કામગીરી ચકાસી હતી.આ ઉપરાંત જ્યાં જ્યાં ખામી હોય ત્યાં વિવિધ સૂચનો કરવાની સાથે સતત રાત-દિવસ કામ કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને બિરદાવ્યા હતા.






error: Content is protected !!