Main Menu

ગુજરાતમાં લોકડાઉન લંબાશે તો પણ અમારી સેવા યથાવત રહેશે : મયુરભાઈ સોની

સુરત,

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે તેમાં ગુજરાત સહિત ભારત પણ બાકાત રહી શક્યું નથી.ગુજરાત સહિત ભારતમાં દિવસે દિવસે કેસોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવ મળી રહ્યો છે.આ ઉપરાંત સરકાર દ્વારા રેપીડ ટેસ્ટિંગ શરૂ કરાતા કેસોની સંખ્યા હજુ વધશે તેવુ નિષ્ણાંતો માની રહ્યા છે.જેથી કોરોનાને વધતો અટકાવવા ભારત સરકાર તથા ગુજરાત સરકાર સહિત અન્ય રાજ્યોની સરકારો તકેદારીના ભાગરૂપે કદાચ લોકડાઉન વધારવાનો નિર્ણય લેશે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.જો કે હાલ લોકડાઉન દરમ્યાન જરૂરીયાત મંદોને બન્ને ટાઈમ જમવાનું મળી રહે તે માટે સરકાર સહિત અને સંસ્થાઓ પ્રયત્નશીલ છે.પરંતુ જો લોકડાઉન વધે તો અનેક સંસ્થાઓને દાતાઓ તરફથી મળતું દાન કદાચ ઓછું કે બંધ થવાની શક્યતાઓ છે.જેને લઈને જરૂરિયાત મંદો ભૂખ્યા રહે તેવી ભીતિ સેવાઈ રહી છે.આ બાબતે સુરત અશ્વમેઘ ગ્રુપના અગ્રણી અને મુખ્ય દાતા મયુરભાઈ સોની(સોની ડેવલોપર્સ વાળા) સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે જો ગુજરાતમાં લોકડાઉન વધશે તો તે જનતાના હિતમાં જ છે અને ગુજરાતની સંવેદનશીલ સરકાર હંમેશા લોકહિતમાં જ નિર્ણયો લેતી આવી છે.આ ઉપરાંત તેઓએ જણાવેલ કે લોકડાઉન વધતા પણ સેવાકીય સંસ્થાઓની પ્રવૃતિઓ ચાલુ જ રહેશે અને તેમાં બહુ જૂજ પ્રમાણમાં ફેરફારો થશે.સાથોસાથ તેઓ પોતાના અશ્વમેઘ ગ્રુપ વિશે જણાવેલ કે લોકડાઉન કદાચ ગમે ત્યાર સુધી લંબાય તેઓની સેવાઓ યથાવત જ રહેશે અને શક્ય હોય ત્યાં સુધી તેઓ સેવાકીય પ્રવૃત્તિઓનો વિસ્તાર વધારશે.સાથોસાથ જણાવેલ કે જીજ્ઞેશભાઈ મોરડીયા, કિરીટભાઈ વાળા,અલ્પેશભાઈ મલાણી, ભાવેશભાઈ લુણાગરિયા,મોહિતભાઈ લુણાગરિયા,કિરણ વિરાણી,           શૈલેષ પરવડી,લાલાભાઈ ચલાળા, ડી.કે.,રવિભાઈ સહિત અશ્વમેઘ ગ્રુપ હંમેશ માટે જરૂરિયાત મંદો મદદે ખડેપગે રહેશે.


error: Content is protected !!