Main Menu

કોરોનાની મહામારી વચ્ચે સીમમાં રહેતા શ્રમિકોને દરરોજ ભરપેટ ભોજન કરાવતું માન ગ્રુપ મિત્ર મંડળ

ઈશ્વરે અમને સેવા કરવાની તક આપી છે.જેને અમોએ ઝડપી છે : વિપુલભાઈ ઠેસિયા

ધોરાજી,

સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.સરકારે કોરોનાને વકરતો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન જાહેર કર્યું છે.જેને લઈને રોજમદારો તથા શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે.ત્યારે તેઓની પડખે સરકાર સહિત અનેક સંસ્થાઓ સેવાકાર્યોમાં જોડાઈ છે.જેના ભાગરૂપે ધોરાજીના જુનાગઢ રોડ ખાતે લવાબાપાની જગ્યા પાસે સીમમાં રહી મજૂરી કરી રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમિકોને સમયસર શ્રેષ્ઠ જમવાનું મળી રહે તે માટે માન ગ્રુપ મિત્ર મંડળ મેદાને આવ્યું છે.માન ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સીમમાં રહેતા શ્રમિકોને દરરોજ વિના મૂલ્યે ભરપેટ ભોજન કરાવવામાં આવે છે.આ ઉપરાંત ભોજન સમયે એક બીજા વચ્ચે અંતર રાખી સોશિયલ ડિસ્ટનસિંગની પણ પૂરતી તકેદારી રાખવામાં આવતી હોવાનું માન ગ્રુપ મિત્ર મંડળે જણાવેલ હતું.આ તકે માન ગ્રુપ અગ્રણી વિપુલભાઈ ઠેસિયાએ જણાવેલ કે અમે તો પહેલેથી જ સેવા કરતા આવ્યા છે.આ અચાનક આવી પડેલી કોરોનાની મહામારી આવતા ઈશ્વરે જરૂરિયાત મંદોની સેવા કરવાની તક આપી છે.જેને લઈને અમે દરરોજ શહેરથી દૂર સીમના શ્રમિકોને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી ભોજન કરાવીએ છીએ. સાથોસાથ  સમાજના દરેક સક્ષમ લોકોને અમારી અપીલ છે કે તેઓ શક્ય તેટલો સેવા કાર્યમાં ભાગ લઈ પોતાની ફરજ બજાવે.આ સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા માન ગ્રુપ વાળા વિપુલભાઈ ઠેસિયા,સંજય ભાઈ જાગાણી, નેશનલ સોલ્વન્ટ વાળા જેન્તીભાઈ રાખોલીયા, દિનેશભાઈ હરપાળ,હરકિશન ભાઈ માવાણી સહિત મિત્ર મંડળ ફરજ બજાવી રહ્યું છે.






error: Content is protected !!