Main Menu

કોરોનાની મહામારી વચ્ચે માસ્ક વિતરણ કરી ધોરાજી ખાતે મેમણ ડે ની ઉજવણી કરતા આગેવાનો

મેમણ કોમ્યુનિટી હંમેશ સેવામાં માનનારી કોમ્યુનિટી છે : પ્રમુખ અફરોજ લકડકુટા

ધોરાજી,

સમગ્ર વિશ્વ સહિત ભારત ભરમાં દર વર્ષે 11 એપ્રિલે મેમણ ડે ની ઉજવણી વિવિધ કાર્યક્રમો કરી કરવામાં આવતી હોય છે.પરંતુ હાલ વિશ્વ ભરમાં કરોનાની મહામારી ચાલતી હોય અને જેમાંથી ભારત ગુજરાત સહિત ભારત પણ બાકાત રહ્યું નથી ત્યારે આ વર્ષે ધોરાજી ખાતે મેમણ ડે ની ઉજવણી ધોરાજી અંજુમન એ ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના NEC મેમ્બર હાજી અફરોઝ ભાઈ લકટકુટા,ઝોનલ સેકટરી ફૈયાઝ ભાઈ બસમતવાલા,યુથ વિંગ મેમ્બર મોહસીનભાઈ તેલી, શબીરભાઈ મોતીવાલા,ફૈશલ નવીવાલાએ  મેમણ ડે નિમિતે સરકારી હોસ્પિટલમાં માસ્ક વિતરણ કરીને કરી હતી.આ તકે સંસ્થાના પ્રમુખ અફરોજભાઈ લકડકુટાએ જણાવેલ કે મેમણ કોમ્યુનિટીએ વિશ્વને એકતા અને ભાઈચારાનો સંદેશ આપેલ છે.આ ઉપરાંત મેમણ કોમ્યુનિટી હંમેશ માટે સેવા કરવાની ટેવવાળી છે.જેને લઈને મેમણ ડે નિમિતે તમામ કાર્યક્રમો મુલતવી રાખી હાલ કોરોનાની મહામારીને લીધે માસ્કની જરૂરિયાત હોય તેથી સરકારી હોસ્પિટલમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.






error: Content is protected !!