Main Menu

ઉપલેટા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપ અગ્રણી નીકુલભાઈ ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ

ઉપલેટા,

ઉપલેટા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપ અગ્રણી નીકુલભાઈ ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે.નિકુલભાઈ સ્વભાવે સરળ તથા લોકોની વચ્ચે રહેતા હોવાથી સામાન્ય માણસો માટે પોતીકા નેતા હોવાની છાપ ધરાવે છે.આ ઉપરાંત તેઓ આહિર સમાજમાં યુવા અગ્રણી અને ભાજપના યુવા નેતા તરીકેની છાપ ધરાવે છે.સાથોસાથ સફળ બિઝનેસમેન તરીકે પણ ઉભરી આવ્યા છે.તેઓ હંમેશ માટે લોકોને શક્ય તેટલી મદદરૂપ થવાની વૃત્તિ ધરાવે છે.જેને લઈને જમીનથી જોડાયેલ વ્યક્તિ તરીકે પણ તેઓ શહેરમાં જાણીતા છે.આજ રોજ તેમના જન્મદિવસ નિમિતે વિવિધ રાજકીય તથા સામાજિક સંસ્થાના અગ્રણીઓ સહિત મિત્રોએ તેમના પર શુભેચ્છાઓની વર્ષા કરેલ છે.

 


error: Content is protected !!