Main Menu

મુખ્યમંત્રી ફંડમાં ૧,૧૧,૧૧૧ અર્પણ કરતા ધોરાજી આહિર અગ્રણી દિલીપભાઈ ચાવડા

ધોરાજી, સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ભારત સહિત ગુજરાત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી.કોરોના સામે લડવા માટે સરકારી તંત્ર સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ ખડેપગે છે.ત્યારે સરકારી તંત્ર દ્વારા કરાતી સહાયમાં ભાગીદારી માટે અનેક સામાજીક તથા રાજકીય અગ્રણીઓ મેદાને આવી મુખ્યમંત્રી રાહત ફંડ તથા પી.એમ. કેર્સ ફંડમાં નાણાકીય સહાય જમા કરાવી છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર આહિર સમાજ અગ્રણી દિલીપભાઈ ચાવડા(સાહેબ) દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાય પેટે ૧,૧૧,૧૧૧ રૂપિયાનો ચેક  ધોરાજી ડેપ્યુટી કલેકટર જી.વી.મિયાણીને અર્પણ કર્યો હતો.